ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે આ દિવસો દરમિયાન આરોપ પ્રત્યારોપ અને આર-પારની લડાઈ ચાલી રહી છે. રાહુલ ગાંધી હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતમાં ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમેઠીમાં યોજાયેલી જાહેરસભામાં રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો.

અમેઠીની જાહેરસભામાં રાહુલ પર પ્રહાર કરતા શાહે જણાવ્યું, અમેઠીની ધરતી પરથી કોંગ્રેસના ઉપાધ્યક્ષને પૂછવા માંગું છું કે અમેઠીની ત્રણ ત્રણ પેઢીઓની જનતાએ મત આપ્યો છે. તમે મોદી સરકારથી ત્રણ વર્ષનો હિસબ માંગે છો, હું તમારી સાથે ત્રણ પેઢીઓનો હિસાબ માંગું છું. રાહુલ તમે આટલા વર્ષોથી સાંસદ છો, તમે અમેઠીમાં કલેકટ્રેટ ઑફિસ નથી શરૂ કરી શક્યા, હોસ્પિટલમાં ટીબી યુનિટ કેમ નથી શરૂ થયા.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં બે પ્રકારના વિકાસના મોડેલ છે, ગાંધી નહેરૂ પરિવારનું મોડેલ અને મોદીનું વિકાસનું મોડેલ છે. ગાંધી નહેરુ પરિવારના મોડલની હાલત તમે સારી રીતે જાણો છો.
અમેઠીમાં યોજાયેલી આ જાહેરસભામાં બીજેપીના પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, ઉત્તર પ્રદેશના સી.એમ. યોગી આદિત્યિયાનાથ અને ડિપ્ટી સી.એમ. કેશવ મૌર્ય, યુપીના અધ્યક્ષ મહેન્દ્રનાથ પંડળે પણ હાજર રહ્યા હતા.
