Maulana Masood Azhar/ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ફટકોઃ ત્રણ ભત્રીજાઓ ઠાર

કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.

Top Stories India
Masood Azhar

Masood Azhar કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ Masood Azhar ના ત્રણ ભત્રીજાઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા. આ ત્રણેય આતંકવાદી ગતિવિધિઓથી કાશ્મીરની ખીણમાં આતંક મચાવવા માંગતા હતા. જો કે, સુરક્ષા દળોએ તેમની હિંમતનો ધ્વજ લહેરાવતા ત્રણેય આતંકીઓને ઠાર કર્યા છે.

“હિઝબુલ-મુજાહિદ્દીનના કમાન્ડરો નવ મહિનાથી વધુ જીવતા નથી”

પૂર્વ ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ ભટ્ટ (નિવૃત્ત) એ પોડકાસ્ટ પ્રોગ્રામમાં આ માહિતી શેર કરી હતી. તેણે કહ્યું કે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર નવ મહિનાથી વધુ જીવતો નથી. તે પહેલા તેમની હત્યા કરવામાં આવે છે. હવે સ્થાનિક લોકો આતંકવાદથી દૂર રહેવા માંગે છે.

આ પણ વાંચોઃ થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ નહીં કરવાની ધમકી, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સની કરી ધરપકડ કરી

મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓ આતંકવાદી બનતા ઠાર

આતંકવાદી સંગઠનો માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. પરિણામે, જૈશના વડા મૌલાના મસૂદ અઝહરે તેના ભત્રીજાઓને ત્રાલ ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે મોકલ્યા. પરંતુ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. 15 દિવસમાં ભત્રીજાની હત્યા કરવામાં આવી હતી. આ પછી બીજા ભત્રીજાને મોકલવામાં આવ્યો, અમે તેને 10 દિવસમાં મારી નાખ્યો. તો બીજી તરફ ત્રણ દિવસમાં ત્રીજા ભત્રીજાનો ખાત્મો થયો છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યા પછી ત્યાં આતંકવાદ સામે ઓપરેશન ઓલઆઉટ કરવામાં આવી રહ્યુ છે. દરેક આતંકવાદીઓ અને તેમના સમર્થકોને વીણીવીણીને સાફ કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેના પગલે આતંકવાદીઓ, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખનારાઓ, તેમનું ફંડિંગ કરનારાઓ, તેમના સ્લીપર સેલ બધા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રોડ શો પહેલા રોકાણકારોએ સીએમ યોગીની ટીમ સાથે કરી વન ટુ વન બેઠક

ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં થતાં દરેક પ્રકારના આતંકવાદી હુમલાનો રેકોર્ડ રાખી રહી છે અને એક પછી એક વિસ્તારોને આતંકવાદ મુક્ત કરી રહી છે. તેની સાથે સ્થાનિક પ્રજાને પણ હાકલ કરી રહી છે કે આતંકવાદને સમર્થન તેમના માટે જ દ્યોતક નીવડશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરની પ્રજાને મુખ્ય ધારામાં લાવવાના અનેક પગલાં ભરી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક વીજળી પહોંચાડી દેવાઈ છે અને હવે ગ્રામીણ વિસ્તારોને પણ વીજળી જોડવાનું કામ ચાલુ છે. તેના લીધે આજે કેટલાય વિસ્તારોમાં પહેલી વખત વીજળી પહોંચી છે.

આ પણ વાંચોઃ

Google 12 હજાર કર્મચારીઓની કરશે છટણી, માઇક્રોસોફ્ટે પણ કર્યું છે એલાન

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને મોટી રાહત, SCએ ધરપકડ પર લગાવી રોક