Not Set/ દિગ્વિજય સિંહ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે…? – શિંગરે, સોનિયાને લખ્યો પત્ર

સોનીયા ગાંધીને લખેલા પત્રમાં શિન્ગરે આરોપ લગાવ્યો છે કે દિગ્વિજયસિંહ વ્યાપમ સ્કેમ, ટેન્ડર સ્કેમ અને પ્લાન્ટેશન સ્કેમ જેવા કેસ પરત્વે મુખ્યમંત્રી કમલનાથ પાસે તપાસની માંગ કરી રહ્યા છે પરંતુ તે સિંહસ્થ અથવા ઉજ્જૈન કુંભ મેળા કૌભાંડ વિષે હરફ સુધ્ધાં ઉચ્ચારી રહ્યા નથી. મધ્ય પ્રદેશ કોંગ્રેસનો ઝઘડો હવે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના દ્વાર પર પહોંચી ગયો […]

Top Stories India Politics
દિગ્વિજય સિંહ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે...? - શિંગરે, સોનિયાને લખ્યો પત્ર

સોનીયા ગાંધીને લખેલા પત્રમાં શિન્ગરે આરોપ લગાવ્યો છે કે દિગ્વિજયસિંહ વ્યાપમ સ્કેમ, ટેન્ડર સ્કેમ અને પ્લાન્ટેશન સ્કેમ જેવા કેસ પરત્વે મુખ્યમંત્રી કમલનાથ પાસે તપાસની માંગ કરી રહ્યા છે પરંતુ તે સિંહસ્થ અથવા ઉજ્જૈન કુંભ મેળા કૌભાંડ વિષે હરફ સુધ્ધાં ઉચ્ચારી રહ્યા નથી.

મધ્ય પ્રદેશ કોંગ્રેસનો ઝઘડો હવે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના દ્વાર પર પહોંચી ગયો છે. રાજ્યના વન મંત્રી ઉમંગ શિંગરે સોનિયા ગાંધીને ફરિયાદ કરી છે કે તેમણે પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કમલનાથ સરકારને અસ્થિર બનાવવાનો આરોપ લગાવ્યો છે.

વન મંત્રી ઉમંગ શિંગરે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, દિગ્વિજય સિંહ તેમની પોતાની સરકારને અસ્થિર બનાવવા કાવતરું ઘડી રહ્યા છે અને રાજ્યમાં વૈકલ્પિક શક્તિ કેન્દ્ર સ્થાપવાની તૈયારીમાં છે. શિન્ગરે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જોકે, તેમણે પત્રનો સંદર્ભ આપ્યો ન હતો,

દિગ્વિજય શક્તિનું કેન્દ્ર બન્યું

શિંગર પત્રમાં લખે છે કે હું ખૂબ જ દુખ સાથે આપણે આ જણાવી રહ્યો છું કે, દિગ્વિજય સિંગ પોતાને વૈકલ્પિક સત્તાના કેન્દ્ર સ્થાને સ્થાપિત કરવાની કોશિશ સાથે કમલનાથ ના નેતૃત્વ વાળી આ સરકને ડગમગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સતત મુખ્યમંત્રી અને કેબિનેટના અન્ય સહયોગીને પત્ર લખી રહ્યા છે. અને તેને સોશિયલ મીડિયા પર પણ મૂકી રહ્યા છે. આમ કરીને તે વિપક્ષ ભાજપને સરકાર પર પ્રહાર કરવાની તકો પૂરી પડી રહ્યા છે.

સિંગરે પત્રમાં વધુમાં લખ્યું છે કે, ‘શુક્રવારે દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશ સરકારના તમામ મંત્રીઓને એક સમાન પત્ર લખીને તેમનામંત્રીઓ દ્વારા કરવામાં આવેલી બદલી અને પોસ્ટિંગ ને લગતી વિગતો માંગી હતી. અને પછી તેને તેણે સોશિયલ મીડિયા પર પણ જાહેર કર્યો હતો. આ પછી, વિપક્ષ ભાજપે આ તક મેળવી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દિગ્વિજય સિંહ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે.

કૌભાંડોની તપાસની માંગ

દિગ્વિજય સિંહના પત્રનો વન પ્રધાન ઉમંગ શિંગરે કેવી પ્રતિક્રિયા આપી? પત્રકારોના આ સવાલ પર શિંગરે કહ્યું, ‘રાજ્યમાં દરેકને તે વિશે જાણ છે. સરકાર અને વિપક્ષના દરેક લોકો જાણે છે કે દિગ્વિજય સિંહ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે, તો પછી તેમને પત્ર લખવાની જરૂર શું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.