Gandhinagar News: ગાંધીનગરમાં 21 વર્ષ જૂના વીમા છેતરપિંડીના (Insurance Fraud) કેસમાં CID ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. કુદરતી મૃત્યુને અકસ્માતમાં મૃત્યુ તરીકે દર્શાવી વીમા કંપની પાસેથી લાખો રૂપિયાનો લાભ મેળવવાના કથિત કૌભાંડમાં મુકેશ પટેલની (Mukesh Patel) ધરપકડ કરવામાં આવી છે. આરોપીની કલોલ ખાતેથી ધરપકડ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
Insurance Fraud: કુદરતી મૃત્યુને અકસ્માત બતાવી રચ્યું કાવતરું
મળતી માહિતી મુજબ, વર્ષ 1999માં પરિવારના એક સભ્યના મૃત્યુ બાદ કુદરતી મૃત્યુને અકસ્માતમાં થયેલા મૃત્યુ તરીકે દર્શાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે ખોટી FIR અને કથિત બોગસ દસ્તાવેજો તૈયાર કરીને વીમા કંપનીને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનો આરોપ છે.
વીમા કંપની પાસેથી રૂ.5 લાખનો લાભ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ કથિત છેતરપિંડીના કૌભાંડ દ્વારા વીમા કંપની (Insurance Scam) પાસેથી અંદાજે રૂ.5 લાખનો આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોટી માહિતી અને દસ્તાવેજોના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરી વધુ રૂ.3.75 લાખનો આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
અગાઉ 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
આ કેસમાં તપાસ એજન્સી દ્વારા અગાઉ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે લાંબા સમયથી તપાસ હેઠળ રહેલા મુકેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. 21 વર્ષ જૂના કેસમાં થયેલી આ કાર્યવાહી બાદ સમગ્ર કથિત વીમા કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે.
CID ક્રાઇમની તપાસ યથાવત
મુકેશ પટેલની ધરપકડ બાદ CID ક્રાઇમ (CID Crime Gujarat) દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કથિત ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ અને સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘એન્ટી કરપ્શન ડાયરેક્ટર’નો નકલી રોફ! CCTV ફિટિંગ કરતો યુવક કારમાં બનાવટી પ્લેટ સાથે ઝડપાયો
આ પણ વાંચો: ન્યૂ એરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે પેરેન્ટ્સ એસોસિએશનની CMને રજૂઆત
