Gandhinagar News/ ગુજરાત બજેટ 2025-26: આજે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ કરશે રજૂ

ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ આજે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પરિપત્ર મુજબ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચે સમાપ્ત થશે. ગુજરાતનું 2025-26 બજેટ આજે 20 ફેબ્રુઆરીએ વિધાસભામાં નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. આ સત્રમાં ગુજરાતના નાણામંત્રી, કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસલક્ષી પહેલોની રૂપરેખા આપવામાં આવશે.

પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, એક મહિના સુધી ચાલનારા આ સત્ર દરમિયાન 4 બિલ રજૂ કરવામાં આવશે, જે 28 માર્ચે પૂર્ણ થશે. “સરકાર ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝીયોથેરાપીને રદ કરવા માટે એક બિલ લાવશે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટમાં સુધારાનો પ્રસ્તાવ મૂકતો બીજો બિલ પણ ચર્ચા માટે લાવવામાં આવશે,” તેમણે જણાવ્યું હતું કે, અન્ય બે બિલોમાં હાલના GST કાયદામાં સુધારા પ્રસ્તાવિત કરતું બિલ અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટને રદ કરવા માટેનું બીજું બિલ શામેલ છે.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે રાજ્ય બજેટની રજૂઆત સાથે શરૂ કરાશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રો માટે મોટી ફાળવણીની જાહેરાત થવાની અપેક્ષા છે. 2024-25ના બજેટમાં નાણામંત્રીએ વિધાનસભામાં ₹3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું વર્ષ 2024-25 માટે 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજેટમાં દર વર્ષે 11-12 ટકાનો વધારો થતો હોય છે તે ધ્યાનમાં લેતા, આ વખતે બજેટનું કદ આશરે 4.5 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. જેમાં ગયા વર્ષની જેમ યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને જાહેરાતો કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું