Bhavnagar News/ ભાવનગરના પડવા પાવર પ્લાન્ટમાં મોટી આગ લાગતા અનેક પક્ષીઓ ભડથું

સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી આદરી છે

Gujarat

Bhavnagar News :  ભાવનગરમાં આનેલા એક પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ લાગી હતી. જેમાં બાડી ગામે આવેલા પડવા પાવર પ્લાન્ટમાં (Padwa Power Plant) વિકરાળ આગ ભભૂકી ઊઠી છે. પડવા પાવર પ્લાન્ટ 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ લાગી હોવાની મહિતી છે. આગનાં બનાવને પગલે વિસ્તારમાં અફરા તરફરીનો માહોલ છે. જ્યારે, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. બનાવને પગલે ભાવનગર, તળાજા (Talaja) અને પાડવા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) બાડી ગામે આવેલા પડવા પાવર પ્લાન્ટનાં 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં અચાનક ભયંકર આગ લાગી છે. પડવા પાવર પ્લાન્ટનાં (Padwa Power Plant) યુનિટ 1 નાં 0 મીટર ટર્બાઇનમાં આગ લાગી હોવાની માહિતી છે. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. પાવર પ્લાન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ભાવનગર, તળાજા અને પાડવા ફાયર વિભાગની અલગ-અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

પડવા પાવર પ્લાન્ટ 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ આગનાં બનાવમાં કેટલાક પક્ષીઓનાં મોત નીપજ્યા છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ વ્યક્તિનું મોત અથવા દાઝ્યા હોવાના સમાચાર નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં