Delhi News: દિલ્હી-NCRમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણ(Air pollution) ગંભીર સ્તરે પહોંચી ગયું છે. આજે સવારે દિલ્હી-NCRના લોકો ઝેરી હવામાં જાગ્યા હતા. શહેર પર ગાઢ ધુમ્મસ અને સ્મોગની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે દૃશ્યતા ખૂબ ઘટી ગઈ હતી અને જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડાઓ મુજબ, દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 7 વાગ્યે 390ની નજીક નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં AQI 400થી પણ ઉપર નોંધાયો હતો, જે અત્યંત જોખમી માનવામાં આવે છે.
કયા વિસ્તારોમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ(Air pollution)?
CPCBના તાજા આંકડાઓ અનુસાર, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ(Air pollution)ની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
| ક્રમ | વિસ્તાર / સ્થળ | AQI સ્તર |
|---|---|---|
| 1 | શ્રીનિવાસપુરી | 438 |
| 2 | મુંડકા | 422 |
| 3 | નોઈડા સેક્ટર-1 | 403 |
| 4 | આનંદ વિહાર | 397 |
| 5 | ઓખ્લા | 396 |
| 6 | ગુરુગ્રામ | 392 |
| 7 | આયા નગર | 386 |
| 8 | RK પુરમ | 382 |
| 9 | વસુંધરા નગર | 376 |
| 10 | ગાઝિયાબાદ | 374 |
ધુમ્મસથી એર ટ્રાફિક પ્રભાવિત
વધતા વાયુ પ્રદૂષણ(Air pollution)અને ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર પણ ગંભીર અસર પડી છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી દૃશ્યતાને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે અથવા લાંબા સમય સુધી વિલંબિત થઈ રહી છે. મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશેષ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ફ્લાઇટ ઓપરેશન સૌથી વધુ પ્રભાવિત થયું છે. ધુમ્મસ અને સ્મોગના કારણે રનવે પર દૃશ્યતા ઘટતા સલામતીના કારણોસર ફ્લાઇટ્સ અટકાવવામાં આવી રહી છે.

GRAP ચોથા તબક્કાના પગલાં અમલમાં
વાયુ પ્રદૂષણ(Air pollution)ની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ચોથા તબક્કાના તમામ પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ અંતર્ગત બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, ટ્રકોના પ્રવેશ પર નિયંત્રણ, ડીઝલ જનરેટરનો ઉપયોગ બંધ કરવો અને ઉદ્યોગો પર કડક નિયંત્રણ જેવા પગલાં લેવામાં આવ્યા છે. તેમ છતાં, હાલ માટે હવામાં ગુણવત્તામાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી.
વાયુ પ્રદૂષણ(Air pollution)ને કારણે આરોગ્ય પર ગંભીર અસર
ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે AQI 400થી ઉપર પહોંચે ત્યારે તે દરેક વ્યક્તિ માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, દમ અને હૃદયરોગના દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત ખતરનાક બની જાય છે.
લોકોને આંખોમાં જલન, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ અનુભવાઈ રહી છે. આરોગ્ય વિભાગે લોકોને શક્ય તેટલું ઘરની અંદર રહેવા, માસ્કનો ઉપયોગ કરવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
હવાની ગુણવત્તા ક્યારે સુધરશે?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નજીકના દિવસોમાં પવનની ગતિ ઓછી રહેવાની શક્યતા છે, જેના કારણે વાયુ પ્રદૂષણ(Air pollution) લાંબા સમય સુધી વાતાવરણમાં અટકી શકે છે. જો પશ્ચિમી વિક્ષેપ અથવા મજબૂત પવનો સક્રિય થશે તો હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળી શકે છે.
ત્યાં સુધી, દિલ્હી-NCRના લોકોને ઝેરી હવામાં જ જીવન જીવવું પડશે. સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા પગલાંની અસર આગામી દિવસોમાં દેખાશે કે નહીં, એ જોવાનું રહેશે.
