ભાવનગર/ ભરતનગરમાં ઘરફોડ ચોરી, શિવપ્રભુ એપાર્ટમેન્ટમાં થઈ ચોરી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી છૂટયા હતા.

Gujarat Others
ભરતનગર
  • ભાવનગરના ભરતનગરમાં ઘરફોડ ચોરી
  • શિવ પ્રભુ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.101 માં ચોરી
  • બંધ મકાનમાં અજાણ્યા ઈસમોએ કરી ચોરી
  • 35000 રોકડ સાથે સોના ચાંદીના દાગીનની લૂંટ
  • પોલીસે ઈસમોને ઝડપવા તપાસ હાથ ધરી

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે.ભરતનગર ચોકડી પાસે આવેલા શિવ પ્રભુ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 101 માં રહેતા જયેશભાઈના બંધ મકાનમાં અજાણ્યા ઈસમો પ્રવેશી કરી ઘડિયાળ સ્ટેન્ડ, સોનાની વીંટી,બુટ્ટી,ચૂડલી,ચાંદીના છડા,મંગળસૂત્ર સહિત 35 હજારની રોકડની ચોરી કરી નાસી છૂડ્યા હતા.આ ઉપરાંત તેની સામે આવેલા ફ્લેટમાં પણ તસ્કરોએ રોકડ રકમની ઉઠાંતરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે જયેશભાઈએ ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી કરીને નાસી છૂટેલા ઈસમોને ઝડપવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી છૂટયા હતા. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરતનગર ચોકડી પાસે આવેલા શિવ પ્રભુ એપારમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 101 માં રહેતા જયેશભાઈ ઉપેન્દ્રભાઈ પરમારના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશી રોકડ રકમ, ઘડિયાળ સ્ટેન્ડ, સોનાની વીંટી, બુટ્ટી, ચૂડલી, ચાંદીના છડા, મંગળસૂત્ર સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા. આ ઉપરાંત તેની સામે આવેલા ફ્લેટમાં પણ તસ્કરો રોકડ રકમની ઉઠાંતરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને મકાનમાલિક જયેશભાઇ પરમાર દ્રારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જે અંગે મકાન માલિક દ્વારા જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઈસમોએ ના મકાનનું દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટની તિજોરીના તાળા તોડી તમારા સોના-ચાંદીના દાગીના અને અંદાજે 35 હજાર જેવી રોકડ રકમ મળી ને કોલ મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટનાને લઇને ભરત નગર પોલીસ મથકને જાણ કરવામાં આવતા ભરત નગર પોલીસ મથક ઘટનાસ્થળે પહોંચી ચોરી થયાની ઘટનામાં ચોરી કરીને નાસી છૂટેલા અજાણ્યા ઈસમોને ઝડપી લેવા તરફ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, દર્શને જતાં પહેલાં જાણી લો નિયમો…

આ પણ વાંચો :વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસની ચાદર પથરાઈ, આગમી દિવસોમાં શીતલહેરની સંભાવના

આ પણ વાંચો :ભરૂચના શેરપુરા પાસે બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, લોકોએ બસને સળગાવી

આ પણ વાંચો :રાજ્યમાં વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી,જાણો વિગત