BZ GROUP Scam/ BZ એજ્યુકેશન કેમ્પસ બંધ, 4,500થી વધારે વિદ્યાર્થીઓ શાળા વિહોણા તથા 350 સ્ટાફ સમષ્યામાં

BZ Goup Scam News : BZ કૌભાંડના કારણે BZ એજ્યુકેશન કેમ્પસનો સ્ટાફનો પગાર અને વિદ્યાર્થીઓની ફીમાં સમષ્યા સર્જાઈ છે. બેંક એકાઉન્ટ ફ્રીજ કરાતા સમષ્યા જોવા મળી. BZ કૌભાંડીઓ ભાગી ગયાને મહેનતું માણસો ફસાયા તેવું જોવા મળી રહ્યું છે.

Gujarat Others Breaking News

BZ Group News Scam : BZ કૌભાંડના પગલે BZ એજ્યુકેશન કેમ્પસના CEO ફરાર છે. જેની સૌથી મોટી અસર BZ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા 4,500 થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે, ત્યારે આ મામલે તંત્ર પણ આગળ આવ્યું છે.

સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગરમાં ગ્રોમર સંસ્થાને એક વર્ષ અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ટેક ઓવર કરી હતી. જેમાં 4500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ સાડા ત્રણસોનો સ્ટાફ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવી રહ્યો છે, જોકે હાલમાં છેલ્લા કેટલાક સમયથી ફરાર થયેલા ભુપેન્દ્રસિંહ ઝાલાના પગલે સમગ્ર BZ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા, જોકે તેમના ફરાર થયા એના પગલે હાલમાં સંસ્થાના નિભાવ ખર્ચ માટે વિદ્યાર્થીઓ નથી તેમ જ શૈક્ષણિક સ્ટાફના પગાર થઈ શકે તેમ નથી.

એક તરફ શૈક્ષણિક સ્ટાફના પગાર જે એકાઉન્ટમાં થતો હતો તે CID Crime દ્વારા સીઝ કરાયું છે. જેના પગલે હવે વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો ભાવિ સહિત સ્ટાફના પગાર માટે આગળ આવ્યો છે. હાલમાં સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના સહયોગની રજૂઆત કરે છે. જેના પગલે BZ એજ્યુકેશનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 નો સ્ટાફ માટે ઊભી થનારી આર્થિક તંગીની યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ ગ્રૂપ કૌભાંડમાં IPS અને PSI ના રૂપિયા ફસાયા, 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય