Business News/ ઈરાન યુદ્ધના લીધે ભારતમાં મોંઘવારી વધશે અને GDP ગ્રોથ ઘટશે, RBI એ જાહેર કર્યો નવો રિપોર્ટ

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ઈરાન સંકટ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના કારણે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને 6.6% થઈ શકે છે, જ્યારે મોંઘવારી વધીને 5.1% થવાનો અંદાજ છે. વાંચો સંપૂર્ણ વિગત.

Top Stories Business
RBI

RBI MPC Meeting 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના નિર્ણયો જાહેર કર્યા છે. આરબીઆઈએ દેશના આર્થિક વિકાસને ટેકો આપવા અને નબળા પડી રહેલા રૂપિયાને મજબૂત કરવા માટે રેપો રેટ (Repo Rate) ને 5.25% પર સ્થિર રાખ્યો છે. કેન્દ્રીય બેંકે પોતાનું વલણ ‘ન્યૂટ્રલ’ (તટસ્થ) રાખ્યું છે. ગવર્નરે જણાવ્યું કે ઈરાન સંકટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. જોકે, તેમણે ભરોસો આપ્યો કે વૈશ્વિક આંચકાઓનો સામનો કરવા માટે ભારત પહેલાં કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે.

ઈરાન સંકટની અસર અને મોંઘવારીમાં વધારો

ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક માહોલ બગડ્યો છે. આ યુદ્ધના લીધે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતો ઝડપથી વધી છે અને સપ્લાય ચેઈનને મોટું નુકસાન થયું છે. આ વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને RBI એ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે સીપીઆઈ (CPI) આધારિત મોંઘવારી દરના અંદાજને 4.6% થી વધારીને 5.1% કરી દીધો છે.

RBI Governar Sanjay Malhotra

GDP વિકાસ દરનો અંદાજ ઘટ્યો

વધતી મોંઘવારી અને ઈરાન યુદ્ધની અસર દેશની આર્થિક રફતાર પર પડી રહી છે, જેના કારણે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે વાસ્તવિક જીડીપી (GDP) વૃદ્ધિ દરનો અંદાજ 6.9% થી ઘટાડીને 6.6% કરી દીધો છે. વર્ષ 2026-27 માટે ત્રિમાસિક (Quarterly) જીડીપી ગ્રોથનો અંદાજ નીચે મુજબ છે:

પહેલી ત્રિમાસિક (Q1): 6.6%

બીજી ત્રિમાસિક (Q2): 6.3%

ત્રીજી ત્રિમાસિક (Q3): 6.5%

ચોથી ત્રિમાસિક (Q4): 6.8%

ફોરેક્સ રિઝર્વમાં મોટો સુધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના મૂલ્યને ટકાવી રાખવા માટે કરન્સી માર્કેટમાં કરાયેલા હસ્તક્ષેપને કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) માં અગાઉ મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગવર્નરે રાહતના સમાચાર આપતા જણાવ્યું કે, 5 June 2026 સુધીમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ ફરી એકવાર મજબૂત થઈને 62.3 અબજ ડોલર પર પહોંચી ગયું છે.


આ પણ વાંચો :RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

આ પણ વાંચો :RBI લાવશે પ્લાસ્ટિક નોટો? મૈસુર પ્રેસમાં શું ચાલી રહ્યું છે?

આ પણ વાંચો :વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતને મોટી રાહત, RBI સરકારને આપશે ₹2.87 લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ