Breaking News: દેશ-વિદેશની આર્થિક પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. કાગળ સહિતના રો-મટિરિયલના ભાવમાં વધારો છતાં રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવ (Gujarat Textbook Price)માં કોઈ વધારો કરવામાં નહીં આવે.
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન મનુભાઈ પાવરા (Manubhai Pawar)એ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાગળ અને અન્ય કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરાંત ઇંધણના વધતા ભાવને કારણે પરિવહન અને વિતરણ ખર્ચમાં પણ વધારો થયો છે. તેમ છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આર્થિક બોજ ન પડે તે માટે સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂના ભાવમાં જ મળશે પુસ્તકો
રાજ્યના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો (Gujarat Textbook Price) અગાઉના જ ભાવમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાઠ્યપુસ્તકો સમયસર પહોંચે તે માટે મંડળ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે વધેલી માંગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં વિતરણમાં થોડો વિલંબ થઈ શકે છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન માધ્યમથી તમામ પાઠ્યપુસ્તકો સરળતાથી ઉપલબ્ધ રહેશે, જેથી અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન આવે.
Gujarat Textbook Price: કાગળ અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં મોટો વધારો
પાઠ્યપુસ્તકો (Gujarat Textbook Price) અને નોટબુક્સના ઉત્પાદન માટે જરૂરી કાચા કાગળના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારો નોંધાયો છે. આ ઉપરાંત આયાતી કાચા માલ, ઈંધણ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધતા પ્રકાશન ઉદ્યોગ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.સામાન્ય રીતે આવા સંજોગોમાં પુસ્તકોના ભાવમાં વધારો થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે ભાવ વધારો ટાળીને શિક્ષણને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ખાનગી પ્રકાશનોના પુસ્તકો મોંઘા બન્યા
જ્યાં સરકારી પાઠ્યપુસ્તકો (Gujarat Textbook Price)ના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, ત્યાં ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત ગાઈડ, રેફરન્સ બુક્સ અને અભ્યાસ સામગ્રીના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે.તે ઉપરાંત નોટબુક, ફૂલસ્કેપ બુક્સ અને અન્ય સ્ટેશનરી સામગ્રીના ભાવમાં પણ 15થી 20 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે વાલીઓના શૈક્ષણિક ખર્ચમાં વધારો થયો છે.
શિક્ષણ ખર્ચ વચ્ચે સરકારનો રાહતભર્યો નિર્ણય
શાળા પ્રવેશ સીઝન દરમિયાન શિક્ષણ સંબંધિત ખર્ચમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતરૂપ સાબિત થશે.
આ પણ વાંચો:ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો મહત્વનો નિર્ણય, નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર
આ પણ વાંચો:રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ
આ પણ વાંચો:ગુજરાત જાહેર સેવા આયોગ એકદમ હઠીલું અને ઘમંડીઃ ગુજરાત હાઇકોર્ટ
