કૌભાંડ/ રામ મંદિર માટે ભૂમી ખરીદીમાં મોટા ગોટાળાના આક્ષેપ, સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

જમીનનું વેચાણ 2 કરોડમાં કરાયું હતું અને તે જ દિવસે 18 કરોડનો  કરાર કરવામાં આવ્યો હતો.  ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ ઉપાધ્યાય કરાર અને બોલી  બંનેના સાક્ષી છે.

Top Stories India

સપા સરકારમાં મંત્રી રહી ચુકેલા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડે,એ આરોપ લગાવ્યા છે કે, તેમણે રામ મંદિર માટે જમીન માટે ૨ કરોડમાં જમીન ખરીદી અને માત્ર 10 જ મીનીટમાં 18 કરોડનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો.  એગ્રીમેન્ટ અને બોલી બંનેમાં ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ  ઉપાધ્યાય બંનેના સાક્ષી છે. 18 માર્ચ, 2021ના રોજ  લગભગ 10 મિનિટ પહેલા, ડીલ કરવામાં આવી હતી અને પછી કરાર. જે જમીન  બે કરોડમાં ખરીદવામાં આવી હતી, તેના માટે 10 મિનીટ બાદ સાડા 18 કરોડમાં કરાર કરવામાં આવ્યો.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીન પર પ્રશ્નો ઉભા થયા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ થયો છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સપા સરકારમાં રાજ્ય પ્રધાન તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ પત્રકાર પરિષદ યોજીને પ્રશ્નો  કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જમીનનું વેચાણ 2 કરોડમાં કરાયું હતું અને તે જ દિવસે 18 કરોડનો  કરાર કરવામાં આવ્યો હતો.  ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ ઉપાધ્યાય કરાર અને બોલી  બંનેના સાક્ષી છે. 18 માર્ચ, 2021 માં જ, લગભગ 10 મિનિટ પહેલા, ડીલ કરવામાં આવી હતી અને પછી કરાર.

પૂર્વ મંત્રી પવન પાંડેએ પ્રશ્નો ઉઠાવ્યા છે કે 2 કરોડની જમીન મિનિટોમાં સાડા 18 કરોડ કેવી રીતે બની? રામ મંદિરના નામે જમીન ખરીદવાના બહાને રામ ભક્તોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે મેયર અને ટ્રસ્ટી જમીન ખરીદવાની આખી રમત જાણે છે. આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

પવન પાંડેએ દાવો કર્યો છે કે 17 કરોડ આરટીજીએસ થઈ ચૂક્યા છે, જે એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું, તેની પણ તપાસ થવી જોઇએ. ભગવાન શ્રી રામના નામે જમીનની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 12080 ચોરસ મીટર એટલે કે 1.208 હેક્ટર જમીનની ડીડ અને કરાર કરવામાં આવ્યો હતો. બાબા હરિદાસે તેને સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીને વેચી દીધી હતી અને તે જ પાછી  ખરીદી હતી.

10 મિનિટમાં જમીનની કિંમતમાં 16 કરોડનો વધારો. આમ આદમી પાર્ટીએ પણ આક્ષેપો કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ મામલે આક્ષેપો કર્યા છે. પક્ષનું કહેવું છે કે થોડીક મિનિટો પછી, 2 કરોડમાં ખરીદેલી જમીન પર રામ જન્મભૂમિ ટ્રસ્ટને 18.5 કરોડમાં વેચવા માટે હસ્તાક્ષર કર્યા હતા. ટ્રસ્ટે નોંધાયેલ કરાર કરીને 16.5 કરોડની ચુકવણીનો દાવો કર્યો છે. આપના નેતા સંજયસિંહે કહ્યું કે રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા 2 કરોડની જમીન ખરીદી અને 18 કરોડના કરાર બંને સાક્ષી છે. તેમનું કહેવું છે કે આવી ગેરરીતિ દ્વારા દાનના નાણાંમાં 16 કરોડ રૂપિયા છુટા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ પૈસાની લેતીદેતીનો મામલો છે. સીબીઆઈ અને ઇડીએ તાત્કાલિક આ મામલાની તપાસ કરવી જોઇએ.