આનંદસાગર સ્વામીનો ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણીનો મામલે સનાતી ધર્મીઓ ભારે નારાજ જોવા મળી રહ્યા છે,આ મામલે કરણીસેનાએ પણ આક્રોશ વ્યકત કર્યો છે. આ મામલે તેમમે જાહેરમાં માફી માંગવાની વાત કરી હતી. ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનુ ભાન થયુ હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યુ હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે.
ઉલ્લેખનીય છે ભગવાન શિવનું અપમાન કરતો વીડિયો સ્વામીનું સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ જોવા મળી રહ્યો છે.જેનાથી સનાતી ધર્મ ખુબ નારાજ થયો છે. જેના લીધે આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.
