Surat News/ સુરતમાં 6 કરોડનું કોબ્રા ઝેર ઝડપાયું, રેવ પાર્ટી નેટવર્કનો પર્દાફાશ

Cobra venom ઝડપાતા વન્યજીવ સુરક્ષા, ડ્રગ્સ નેટવર્ક અને આંતરરાજ્ય કાળા કારોબાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે

Top Stories Gujarat Surat
Cobra Venom

Surat News : સુરત શહેરમાં સાપના ઝેરના ગેરકાયદે કારોબારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સુરત એસ.ઓ.જી. અને લસકાણા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગુજરાતમાં પ્રથમ વખત કરોડોની કિંમતનું કોબ્રા સાપનું ઝેર (Cobra venom) ઝડપાયું છે. પોલીસે અંદાજે 6.5 મિલી લીટર કોબ્રા વેનમ (Cobra venom) જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 5.85 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદથી લાવવામાં આવ્યું હતું કોબ્રા વેનમ (Cobra venom)

અમદાવાદથી લાવવામાં આવ્યું હતું કોબ્રા વેનમ (Cobra venom)

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ખતરનાક ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની પેરવી ચાલી રહી હતી. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ ઝેરનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું.

રેવ પાર્ટીમાં નશો માટે થતો ઉપયોગ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાપના ઝેરનો ઉપયોગ કાયદેસર રીતે દવાઓ બનાવવા માટે થાય છે, જેમ કે બ્લડપ્રેશર, લોહી ગંઠાવાની બીમારી અને હાર્ટ એટેકથી બચાવતી દવાઓ. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપના ઝેરનો ગેરકાયદે ઉપયોગ વધી રહ્યો છે, જે કાયદા અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યો છે.

સાત આરોપી ઝડપાયા

ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરતના 2 અને વડોદરાના 5 શખસનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ આ મુજબ છે. મનસુખ ઘીનૈયા (ઉ. 67), .ચીમન ભુવા (ઉ. 60), સમીર પંચાલ (ઉ. 41), પ્રવીણ શાહ (ઉ. 74), કેતન શાહ (ઉ. 50), મકરંદ કુલકર્ણી (ઉ. 54), પ્રશાંત શાહ (ઉ. 40)

આ તમામ આરોપીઓ કરોડો રૂપિયાની કિંમતનું ઝેર (Cobra venom) વેચવા માટે પરસ્પર સંપર્કમાં હતા.

9 કરોડમાં સોદો ફાઈનલ થયો હતો

પોલીસ તપાસ મુજબ આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ઘીનૈયાના સંપર્કમાં હતી. અહીં કોબ્રા વેનમ (Cobra venom) નો સોદો 9 કરોડ રૂપિયામાં ફાઈનલ થયો હતો. દરેક આરોપી માટે અલગ-અલગ કમિશન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સોદો પૂરું થાય તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા.

મુખ્ય સૂત્રધારની શોધખોળ

આ કેસમાં અમદાવાદ આરટીઓ સર્કલ પાસે રહેતા ઘનશ્યામ સોની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તેણે વડોદરાના પ્રશાંત અને મકરંદને આ કોબ્રા વેનમ (Cobra venom)ઝેર વેચવા માટે આપ્યું હતું. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તેની ધરપકડ થયા બાદ જ આ ઝેર ક્યાંથી અને કઈ ગેંગ મારફતે લાવવામાં આવ્યું હતું, તેનો ખુલાસો થવાની શક્યતા છે.

ફોરેસ્ટ વિભાગ પણ તપાસમાં જોડાયું

આ સમગ્ર મામલે હવે ફોરેસ્ટ વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 તેમજ અન્ય કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

SOG ડીસીપીનું નિવેદન

એસ.ઓ.જી.ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, “આ વેનમ પ્રતિબંધિત છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ મિલી આશરે 90 લાખ રૂપિયા ગણાય છે. તેનો ઉપયોગ દવાઓ ઉપરાંત કેટલીક રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ થતો હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખૂબ જ ગંભીર છે.”

ગુજરાતમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં અને આટલી ઊંચી કિંમતનું કોબ્રા વેનમ (Cobra venom) ઝડપાતા વન્યજીવ સુરક્ષા, ડ્રગ્સ નેટવર્ક અને આંતરરાજ્ય કાળા કારોબાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ કાળા કારોબાર સાથે જોડાયેલી અન્ય કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ એલ્વિશ યાદવ વિશે ચોંકાવનારા સમાચાર, તેને પાર્ટીમાં સાપ અને સાપનું ઝેર મંગાવવાની કબૂલાત કરી

આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી બીએસએફએ કરોડો રૂપિયાનું સાપનું ઝેર જપ્ત કર્યુ

આ પણ વાંચોઃ કળિયુગની સાવિત્રીએ પતિને યમરાજથી બચાવ્યો, ઝેરી સાપે પતિને ડંખ માર્યો, ત્યારે તેણે સાપનું બધુ ઝેર ચૂસી લીધું