Surat News/ વિકાસ કે વિનાશ? સુરતમાં 21 કરોડની ટાંકી લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત, 3 મજૂરો ઈજાગ્રસ્ત!

સુરતના તડકેશ્વરમાં લોકાર્પણ પહેલા જ 21 કરોડની પાણીની ટાંકી તૂટી પડી. 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા અને ભ્રષ્ટાચાર (Corruption) ની પોલ ખુલી ગઈ.

Gujarat Top Stories Surat
Corruption

Surat Water Tank Collapse Corruption: ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચાર (Corruption) નો વધુ એક જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે કરોડોના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ઈમાનદારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ટેસ્ટિંગમાં જ ફૂટી ગઈ ભ્રષ્ટાચાર (Corruption)ની ટાંકી

પાણી પુરવઠા યોજના હેઠળ 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 11 લાખ લીટરની ક્ષમતાવાળી વિશાળ ટાંકી ધરાશાયી થઈ છે. સોમવારે જ્યારે ટાંકીમાં અંદાજે 9 લાખ લીટર પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ટાંકી ભાર સહન ન કરી શકતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને કારણે જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે.

Corruption

70 વર્ષ જૂની મજબૂતી vs આજનો ‘સેલ ભ્રષ્ટાચાર’

સોશિયલ મીડિયા પર આ ઘટનાની સરખામણી અમદાવાદના સાળંગપુરની 70 વર્ષ જૂની ટાંકી સાથે થઈ રહી છે. સાળંગપુરની જૂની ટાંકી તોડવા માટે તંત્રએ જેસીબી મશીન ઉપર ચઢાવવું પડ્યું હતું, છતાં તે મચક આપતી નહોતી. જ્યારે સુરતની આ નવી ટાંકી ઉદ્ઘાટનનો હાર પહેરે તે પહેલા જ ‘શહીદ’ થઈ ગઈ!

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ગાયબ!

દુર્ઘટના બાદ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર ઘટનાસ્થળે ડોકાયા નહોતા. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

આ પણ વાંચો: DDOને પંચાયત અધિકારીઓને તાત્કાલિક હટાવવાની સીધી સત્તા, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવું ગેઝેટ

આ પણ વાંચો: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે જસ્ટિસ વર્માને હટાવવા પર બધા પક્ષો સહમત