Not Set/ મથુરા : તાંત્રિકના કહેવા પર સાસુએ વહુની લીધી અગ્નિપરીક્ષા, હાથ પર મુક્યા સળગતા કોલસા

મથુરા ઉત્તર પ્રદેશમાં વહેમનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આડા સંબંધોનું કહીને સાસુ દ્વારા પોતાની જ વહુના હાથ પર સળગતા કોલસા મૂકી દીધા હતા. સાસુએ પોતાની વહુની પવિત્રતાની પરીક્ષા માટે આવું કર્યું હતું. Mathura: In-laws of a girl burnt her hands after allegedly accusing her of adultery,in Mant police station limits. Girl says "They […]

Top Stories India Trending

મથુરા

ઉત્તર પ્રદેશમાં વહેમનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આડા સંબંધોનું કહીને સાસુ દ્વારા પોતાની જ વહુના હાથ પર સળગતા કોલસા મૂકી દીધા હતા.

સાસુએ પોતાની વહુની પવિત્રતાની પરીક્ષા માટે આવું કર્યું હતું.

ગયા વર્ષના એપ્રિલ મહિનામાં સુમાની અને જયવીરના લગ્ન થયા હતા. લગ્ન પછી થોડો સમય તો કોઈ તકલીફ નહતી આવી પરંતુ ૬ મહિના બાદ જ સાસુએ તેની વહુ પર અત્યાચાર ચાલુ કરી દીધા હતા અને આડા સંબંધ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

સુમાનીની સાસુ પોતાની વહુ ઉપર વારંવાર શક કરતી હતી. એક તાંત્રિકે તેની સાસુને અગ્નિપરીક્ષા લેવા માટે કહ્યું હતું. સુમાનીની સાસુએ તેના હાથમાં સળગતા કોલસા મૂકી દીધા હતા જેને લીધે સુમાનીના હાથ બળી ગયા હતા.

બળી ગયેલા હાથ બતાવીને સુમાનીએ કહ્યું હતું કે તેની સાસુએ તેના પર આડા સંબંધનો ખોટો આરોપ મુક્યો હતો. એટલું જ નહી પરંતુ તેના સાસરીપક્ષવાળા તેની પાસે દહેજ માંગીને તેની મારપીટ પણ કરતા હતા.

તમને જણાવી દઈએ કે સુમાની પર આ પ્રકારનું કૃત્ય કોઈ પ્રથમ વખત નથી થયું પરંતુ આની પહેલા પણ તે જયારે સુઈ રહી હતી તે દરમ્યાન તેના પતિએ તેના હાથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. સુમાનીની લગાતાર તેની મારપીટ કરવામાં આવતી હતી.

આ મામલે સુમાનીએ પોતાના પિતા સાથે પોલીસ સ્ટેશન જઈને તેની સાસુ સહિત બીજા ૬ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.