Air pollution/ દિવાળીમાં એવા ફૂટ્યા ફટાકડા કે દિલ્હીનું AQI 999 ને પાર પહોંચ્યું

દિવાળીની રાત્રે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ પછી, આજે સવારે દિલ્હીનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 999 ને પાર કરી ગયું છે. વળી ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. શનિવાર (14 નવેમ્બર) નાં રોજ દિલ્હીની એક્યુઆઈ 400 હતી, જે હવે ઘણા વિસ્તારોમાં 900 ને પાર કરી ગઈ છે. દિલ્હીની અશોક […]

Top Stories India

દિવાળીની રાત્રે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ પછી, આજે સવારે દિલ્હીનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 999 ને પાર કરી ગયું છે. વળી ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. શનિવાર (14 નવેમ્બર) નાં રોજ દિલ્હીની એક્યુઆઈ 400 હતી, જે હવે ઘણા વિસ્તારોમાં 900 ને પાર કરી ગઈ છે.

દિલ્હીની અશોક વિહાર સ્થિત સત્યવતી કોલેજમાં એક્યુઆઈ 999 હતી. જહાંગીરપુરી, રોહિણી, સોનિયા વિહાર, વજીરપુર, પંજાબી બાગ, આર.કે.પૂરમ વિસ્તારમાં એક્યુઆઈ 900 ને પાર છે. ખૂબ આતશબાજીનાં કારણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર એક જ દિવસમાં વધઈ ગયુ છે. aqicn.org અનુસાર, એનસીઆરની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોઈડામાં 466, ફરીદાબાદમાં 476, ગાઝિયાબાદમાં 498, ગ્રેટર નોઇડામાં 388, ગુરુગ્રામમાં 449 રહ્યુ. દિવાળી પર મોટા પ્રમાણમાં ફટાકડા ન ફોડવામાં આવ્યા હોત તો પરિસ્થિતિ એટલી કથળી ન હોત. દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા બગડી રહી છે.

હવાની ગુણવત્તા બગડતી હોવાથી વિજિબિલિટી પણ ઓછી થઈ ગઇ છે. દિલ્હી એનસીઆરની આ સ્થિતિ છે જ્યારે દિલ્હીમાં એનજીટીએ 30 નવેમ્બર સુધી દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં અગાઉ શનિવારે હવાનું ગુણવત્તાનો સૂચકાંક 400, શુક્રવારે 324, ગુરુવારે 314 રહ્યુ હતું. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જો દિલ્હીમાં રવિવારે વરસાદ પડે તો પ્રદૂષણમાં ઘટાડો થઇ જશે, જ્યારે હવા પણ શુધ્ધ રહેશે. પીટીઆઈ-ભાષા અનુસાર 15 નવેમ્બરે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.