Washington/ જો બિડેન અને કમલા હેરિસે દિવાળી પર લોકોને પાઠવી શુભકામનાઓ

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તાજેતરની ચૂંટણીમાં હાર મેળવેલ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દિવાળી પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. બિડેને ટ્વીટ કર્યું હતું કે, લાખો હિન્દુઓ, જૈનો, શીખ અને બૌદ્ધ લોકો પ્રકાશ પર્વની ઉજવણી કરી રહ્યા છે. હું અને મારી પત્ની જિલ બિડેન દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. તમારું નવું […]

Top Stories World

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તાજેતરની ચૂંટણીમાં હાર મેળવેલ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દિવાળી પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. બિડેને ટ્વીટ કર્યું હતું કે, લાખો હિન્દુઓ, જૈનો, શીખ અને બૌદ્ધ લોકો પ્રકાશ પર્વની ઉજવણી કરી રહ્યા છે. હું અને મારી પત્ની જિલ બિડેન દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. તમારું નવું વર્ષ આશાઓ, સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે. સાલ મુબારક.”

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે દીવો પ્રગટાવતા પોતાનો ફોટો શેર કર્યો અને ફોટા સાથે લખ્યું, “દિવાળી પર અભિનંદન.” અમેરિકાની પહેલી ભારતીય અને અશ્વેત મહિલા નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ હેરિસે દિવાળી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

હેરિસે ટ્વીટ કર્યું હતું કે, હેપ્પી દિવાળી અને સાલ મુબારક. ડગલસ એમ્હોફ (હેરિસનાં પતિ) અને હું વિશ્વભરનાં લોકોને સલામત, સ્વસ્થ અને આનંદકારક નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.”

આ અગાઉ વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓએ પણ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પોમ્પીઓએ યુરોપ અને પશ્ચિમ એશિયાનાં સાત દેશોની મુસાફરી કરતા જણાવ્યું હતું કે, અંધકાર ઉપર પ્રકાશની જીતની ઉજવણી કરતા દરેકને દિવાળીની શુભકામનાઓ. તમારો તહેવાર ખુશીઓથી ભરાયેલો રહે.”

મોડી રાત સુધી શહેરીજનોએ ફોડ્યા ફટાકડા, પ્રદૂષણનાં કારણે ઠંડીમાં થયો ઘટાડો

LOC પર ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ, મહેબૂબા મુફ્તીએ વાજપેયી-મુશર્રફની અપાવી યાદ

કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં 13 લાખ લોકોનાં થયા મોત

સંયુક્ત નિવેદનમાં, બાયડેન અને હેરિસે દિવાળી પર યુ.એસ., ભારત અને વિશ્વનાં અન્ય ભાગોમાં પ્રકાશ પર્વની ઉજવણી કરતા લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, અંધકાર પર પ્રકાશ, અજ્ઞાનતા પર જ્ઞાન અને ઉદાસીનતા પર સહાનુભૂતિનો આ તહેવાર આ વર્ષે ઉંડા અર્થ સાથે આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે તાજેતરમાં તેમના પ્રિયજનો ગુમાવ્યા છે અથવા તેઓ મુશ્કેલ સમયમાં પોતાને જોઇ રહ્યા છે. અમારી પ્રાર્થનાઓ આ રોગચાળા સામે લડવામાં દરેકની સાથે છે. તેમણે કહ્યું કે, આ વખતે દિવાળીની ઉજવણી વીડિયો કોલ કરીને અને એક બીજાથી અંતર રાખીને મનાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે તમે વ્હાઇટ હાઉસમાં દરેકની સાથે દિવાળી ઉજવશો.