Jammu & Kasmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીંના બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં પડવાથી ત્રણ જવાનોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘણા CRPF જવાનો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને બહાર કાઢીને બસંતગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જવાનો એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા
આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે કડવા વિસ્તારમાં બની હતી. તે સમયે જવાનો બસંતગઢથી એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. અર્ધલશ્કરી દળની 187મી બટાલિયન વાહનમાં સવાર હતી. ઉધમપુરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ભટે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “ઉધમપુર નજીક થયેલા અકસ્માતમાં CRPF જવાનોના જીવ ગુમાવવાથી હું દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની અનુકરણીય સેવાને આપણે ક્યારેય ભૂલીશું નહીં. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. મેં વરિષ્ઠ અધિકારીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.”
Saddened by loss of CRPF personnel due to an accident near Udhampur. We will never forget their exemplary service to the nation. My thoughts are with bereaved families. Praying for speedy recovery of injured. Directed senior officials to ensure best possible care & assistance.
— Office of LG J&K (@OfficeOfLGJandK) August 7, 2025
આ પણ વાંચો:રાહુલ ગાંધી 22 બાળકોને લેશે દત્તક

