અંદરની વાત/ તૈયાર છે ચાર જોડી કપડા સાથે IPS અધિકારીઓની બેગ પણ…

IPS અધિકારીઓની બેગ તૈયાર છે. કપડાં વહેલી તકે ગોઠવી દેવામાં આવ્યા છે પણ ક્યાં જવાનું છે એ નથી જાણવા મળતું…

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: આવે છે આવે છે પણ વાઘ આવતો નથી…એટલે કે IPSની બદલી આવતી નથી.રાજ્યમાં મોટા પાયે IPS અધિકારીની બદલી થવાની છે પણ ક્યારે થશે એ તો સચિવાલયની ગલીયોમાં પણ નથી ખબર. ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીઓ અટકતા. હવે અધિકારીઓ રોજ માથું ખંજવાળે છે. કેટલાક અધિકારીઓ તો ઘરમાં બેગ પેક કરીને બેઠા છે અનેક IPS બેગ પેક કરીને ટ્રાન્સફર ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના એક અધિકારીએતો ઘરનો બધો સામાન ગોઠવીને એના પર ચાદર પણ ચડાવી દિધી છે. પત્ની રોજ ધૂળ ઉડાળતા કહે છે. તમારી બદલી આવશે તો ખરીને… સાહેબ રોજ પત્નીને આશ્વાસન આપે કે હા આવશે. એક IPS અધિકારીની પત્ની કહે છે કે, આગળનું ભવિષ્ય આ જિલ્લામાં છે કે બીજા જિલ્લામાં… શું કરે બિચારા સાહેબ એમને પણ નથી ખબર.

કેટલાક અધિકારીઓની પત્ની રોજ પૂછે છે કે, ગાંધીનગર સાહેબને પૂછોને ક્યારે બીજા જિલ્લામાં જવાનું થશે, ક્યારે આવશે બદલીની યાદી,અમુક અધિકીરોઓ તો જેલમાં હોય એવી હાલત છે!

IBમાં પાંચ અધિકારીઓનો વનવાસ ક્યારે પૂરો થશે, એ તો રામ જાણે… 20થી વધારે IPS અધિકારીઓને એક જગ્યાએ ત્રણ વર્ષ પુરા થયા છે. આ વાત આખી પોલીસ કોલોની જાણે છે. બાપ રે બાપ… સાયબરમાં 7 વર્ષથી એક અધિકારી બહાર આવી શકતા નથી. ACBમાં 1825 દિવસથી અધિકારી એક જ જગ્યા પર છે. પ્રમોશન થઈ ગયા છે હજુ પણ જૂની જગ્યાએ જ કામ  કરી રહ્યા છે IPS અધિકારીઓ.

આ અધિકારીઓને નવું કરવું છે પણ જિલ્લામાં બદલી ના લીધે નથી કરી શકતા. એક અધિકારીનું તો બદલીના થવાથી મનોબળ તૂટી ગયુ એ પણ અધિકારી ગાંધીનગર બેશે છે. જેમ જેમ બદલીઓની શક્યતાઓ ઊભી થાય છે તેમ તેમ IPSના બજારમાં માહોલ ગરમ થાય છે. અધિકારીઓએ પોતાના પરિવારોને તૈયાર કરે છે. આવાસ છોડવાનું મન બનાવી લે છે. પણ ટ્રાન્સફર ઓર્ડર હજુ સુધી નથી આવ્યા. આવશે આવશે ચિંતા ના કરતા.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:IPSની બદલીઓ વિલંબમાં મુકાય તેવી શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

આ પણ વાંચો:PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી