સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે સડક નિર્માણમાં જો કોઈ પણ ભ્રષ્ટાચારનો સંકેત જણાશે તો તેમને સડકની માટીમાં જ દાટી દઈશ. ગડકરીએ મધ્યપ્રદેશના બૈતુલના પોલીસ ગ્રાઉન્ડમાં આયોજિત તેંદુ પત્તા બોનસ વિતરણ કાર્યક્રમમાં આ ચેતવણી આપી હતી. તેમને જણાવ્યું કે ઠેકેદારણે સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સડક નિર્માણમાં જો ભ્રષ્ટાચાર થશે તો તેમને સડકની માટીમાં દાટી દઈશ. સાથે તેમણે દાવો કર્યો છે કે એટલા માટે જ ભ્રષ્ટાચાર નથી થયો.
સડક નિર્માણમાં નહિ થવા દેશું પૈસાની ઘટત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સડકનું જાળ પાથરવા માટે પૈસાની કોઈ ઘટ નહિ થાય. બૈતુલ-ભોપાલ રોડનું કામ અમે શરુ કરી દીધું છે. તેમને જણાવ્યું હતું કે તેમની જાહેરાત માત્ર જાહેરાત નથી હોતી અમે તેને પૂર્ણ કરીને દેખાડીએ છીએ. તેમને જણાવ્યું હતું કે સિંચાઈ માટે તેમની સરકાર ઘણું કામ કરી રહી છે. હવે અમે નહેરથી નહિ પરંતુ પાઈપથી પાણીને ખેતરમાં પહોચાડવામાં આવશે. મધ્યપ્રદેશમાં 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી ખેતરો સુધી પાણી પહોચાડવામાં આવશે. ગડકરીએ જણાવ્યું હતું કે આ દેશમાં ગરીબી હતાઓની વાત બહુ થઇ, પરંતુ ગરીબી ના હટી. પાર્ટીઓ જાત-પાતનાં નામે લોકોને અંદરો-અંદર લડાવતા જ રહ્યા છે.
