દિલ્હીના ચાંદની ચોકથી આપના ધારાસભ્ય અલકા લાંબાએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ પાર્ટી સાથેની તેમની યાત્રા અહીં પૂરી થઈ છે.
અલકાએ ખુદ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રાજીનામું જાહેર કર્યું હતું. તેમણે લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે આમ આદમી પાર્ટીને અલવિદા કહે અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું પણ આપ્યું છે. છેલ્લાં 6 વર્ષનો પ્રવાસ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો. ઘણું બધુ શીખવા પણ મળ્યું છે. સૌનો આભાર જય હિન્દ. ‘
https://twitter.com/LambaAlka/status/1169832163711148033
અલકાએ બીજા એક ટ્વિટમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ જી તમારા પ્રવક્તાએ મને ગર્વથી કહ્યું હતું કે, પક્ષ મારું રાજીનામું ટ્વિટર પર પણ સ્વીકારશે. તેથી, કૃપા કરીને ‘આમ આદમી પાર્ટી’ ની પ્રાથમિક સદસ્યતામાંથી મારો રાજીનામું સ્વીકારો જે હવે ‘ ખાસ આદમી પાર્ટી’ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, અલ્કા લાંબા ગમે ત્યારે પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે તેવું બહુ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. લાંબા અને પાર્ટી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. એટ્લે સુધી કે, ‘આપ’ના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમને સોશિયલ મીડિયામાં અનફોલો પણ કરી દીધા હતા.
https://twitter.com/LambaAlka/status/1169832163711148033
અલ્કા લાંબા અને પાર્ટી વચ્ચેનું અંતર ત્યારે જ વધવાનું શરૂ થઈ ગયું હતું જ્યારે, તેણીએ દિલ્હી વિધાનસભામાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો ખેંચવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ત્યારબાદથી લાંબા અને આમ આદમી પાર્ટી વચ્ચે તનાવ શરૂ થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
