National News/ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?” રીવા સાંસદના નિવેદનથી મચ્યો રાજકીય હોબાળો

મધ્ય પ્રદેશના રીવા એરપોર્ટ પર ભાજપના સાંસદ Janardan Mishra એ ઈથેનોલ મિશ્રણના વિરોધ પર અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી છે. જાણો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Janardan Mishra

BJP MP Janardan Mishra Controversial Statement on Ethanol Petrol: મધ્ય પ્રદેશની રીવા લોકસભા બેઠકના BJP સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલની માંગને લઈને તેમણે કરેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રીવા એરપોર્ટના કાર્યક્રમમાં ઈથેનોલની નીતિનું સમર્થન

રીવા એરપોર્ટ પર કોલકાતા-રીવા-ભોપાલ હવાઈ સેવા શરૂ કરવાના પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રાએ(Janardan Mishra) કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓની પ્રશંસા કરી હતી. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણની નીતિ અંગે વાત કરતા તેમણે બ્રાઝિલનું ઉદાહરણ આપ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, જો અન્ય દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ શકે છે તો ભારતીય વાહનો પણ ઈથેનોલ આધારિત ઈંધણ માટે સક્ષમ બની શકે છે.

Janardan Mishra

‘શુદ્ધ પેટ્રોલ ક્યાંથી આવશે?’ ટિપ્પણીથી વિવાદ

ઈથેનોલ મિશ્રણનો વિરોધ કરનારા લોકો અને શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ અંગે વાત કરતી વખતે સાંસદ જનાર્દન મિશ્રાએ(Janardan Mishra) મંચ પરથી આકરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કથિત રીતે કહ્યું હતું કે, “શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?” તેમના આ શબ્દોને લઈને હવે વિવાદ સર્જાયો છે. જે સમયે આ નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા સહિત અન્ય રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ હાજર હતા.

અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે સાંસદ

જનાર્દન મિશ્રા(Janardan Mishra) અગાઉ પણ પોતાના કેટલાક નિવેદનોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. હવે ઈથેનોલના મુદ્દે આપવામાં આવેલા તેમના આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. વિપક્ષ દ્વારા પણ આ નિવેદનને લઈને સવાલો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, ઈથેનોલ મિશ્રણની નીતિ અંગે રાજકીય ચર્ચા વચ્ચે સાંસદની ભાષાને લઈને ઉભો થયેલો આ વિવાદ હવે કેટલો આગળ વધે છે, તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: મોદીએ મુસ્લિમોને ‘ઘૂસણખોર’ કહ્યા,આનાથી ભાજપનું 400 પારનું ગણિત બગડ્યું, સ્ટ્રાઈક રેટથી સમજો

આ પણ વાંચો:અરુણ ગોવિલ ઘરે-ઘરે જઈને રામાયણની 11 લાખ નકલોનું વિતરણ કરશે, દેશવ્યાપી અભિયાન શરૂ કરશે

આ પણ વાંચો:વિધાનસભાની 13 બેઠકો પરની ચૂંટણીમાં રસાકસી, પંજાબમાં આપ નેતા અને બંગાળમાં TMCની જીત