Vadodara News: વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ (Vadodara Rape Case)આચરવામાં આવ્યાનો આક્ષેપ થયો છે. બસચાલકે યુવતીને વિશ્વાસમાં લઈ પ્રેમસંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
Vadodara Rape Case: યુવતીને વિશ્વાસમાં લઈ પ્રેમસંબંધ બાંધ્યો
ફરિયાદ મુજબ, આરોપી બસચાલક (Bus Driver) હોવાથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેણે યુવતીને વિશ્વાસમાં લઈ પ્રેમસંબંધ બાંધ્યો અને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ તે યુવતીને બાઈક અને કારમાં અલગ અલગ સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.
વાત જાહેર ન કરવા જાનથી મારી નાખવાની ધમકી
યુવતીનો આક્ષેપ છે કે આરોપીએ આ વાત કોઈને જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી હતી. ધમકીથી ગભરાયેલી યુવતીએ શરૂઆતમાં મૌન સેવ્યું હતું, પરંતુ બાદમાં હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો હતો.
મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપ્યો
ફરિયાદ નોંધાતા જ મકરપુરા પોલીસ (Makarpura Police)ની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 37 વર્ષીય ચંદનસિંહ ડાભીની ધરપકડ કરી છે. વડોદરા (Vadodara) પોલીસ હવે આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી આગળની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:જામનગરમાં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ, પાડોશી આરોપી પોલીસ કસ્ટડીમાં
આ પણ વાંચો:જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ, વાડી માલિકના પુત્રની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ નારોલમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આક્ષેપ, યુવક સામે ફરિયાદ
