Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ રૂ.12 હજાર માટે બેંક એકાઉન્ટ આપ્યું, પછી ફસાયો મુંબઈનો વેપારી

Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઈમે રૂ.5.88 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં મુંબઈના 46 વર્ષીય વેપારીની ધરપકડ કરી. માત્ર રૂ.12 હજારના કમિશન માટે દુબઈના ઠગને બેંક એકાઉન્ટ આપ્યું હોવાનો આરોપ.

October 7, 2026Jaymin Dhiman
Top Stories Gujarat Surat
Surat Cyber Crime: મુંબઈનો વેપારી ઝડપાયો, એકાઉન્ટમાંથી રૂ.1.36 કરોડના વ્યવહાર

Surat News: સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના એક કેસમાં મુંબઈના 46 વર્ષીય વેપારીની ધરપકડ (Surat Cyber Crime)  કરી છે. આરોપી ઈમરાન યુસુફ બફાતી ખીલચી પર પોતાની ફર્મનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડની રકમના વ્યવહારો માટે દુબઈમાં બેઠેલા એક વોન્ટેડ આરોપીને આપવાનો આરોપ છે. ચોંકાવનારી વાત એ છે કે વેપારીએ માત્ર રૂ.12 હજારના કમિશન માટે પોતાનું કરન્ટ એકાઉન્ટ (Mumbai Businessman Arrest) આપ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ કેસમાં સુરતના એક નાગરિક પાસેથી ડેટિંગ એપ મારફતે સંપર્ક સાધીને ઈ-કોમર્સ બિઝનેસમાં મોટો નફો અપાવવાની લાલચ આપવામાં આવી હતી. બાદમાં અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.5,88,909 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

Surat Cyber Crime: ડેટિંગ એપથી સંપર્ક, પછી ઈ-કોમર્સમાં રોકાણની લાલચ

પોલીસ તપાસ મુજબ સાયબર ઠગોએ પહેલાં ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેને એક બોગસ ઈ-કોમર્સ વેબસાઇટની લિંક મોકલવામાં આવી હતી.ફરિયાદીનું આ નકલી વેબસાઇટ પર ખાતું બનાવી તેમાં રોકાણ કરાવાયું હતું. શરૂઆતમાં મોટો નફો મળવાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. પરંતુ નાણાં જમા કરાવ્યા બાદ ન તો વળતર મળ્યું અને ન તો રોકાણ કરેલી રકમ પરત મળી.આ રીતે છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

ટેકનિકલ તપાસ બાદ મુંબઈ પહોંચેલી પોલીસ

ફરિયાદ બાદ સુરત સાયબર ક્રાઈમની ટીમે બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની (Online Scam) ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નાણાં જે ખાતામાં પહોંચ્યા હતા તેની કડી મુંબઈના વેપારી ઈમરાન ખીલચી સુધી પહોંચી હતી.પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક આવેલા રહેમવિલા વિસ્તારમાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

રૂ.12 હજાર માટે આપ્યું ફર્મનું કરન્ટ એકાઉન્ટ

પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું ફર્મના નામે HDFC બેંકમાં રહેલું કરન્ટ એકાઉન્ટ દુબઈમાં બેઠેલા વોન્ટેડ આરોપીને આપ્યું હોવાનું સામે આવ્યું છે.આરોપીએ આ એકાઉન્ટ સાયબર ફ્રોડમાંથી આવેલી રકમના વ્યવહારો માટે ઉપયોગમાં લેવા આપ્યું હતું અને તેના બદલામાં તેને માત્ર રૂ.12 હજાર કમિશન મળવાનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ પ્રકારના ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગો છેતરપિંડીથી મેળવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ખસેડવા માટે કરતા હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

એક જ ખાતામાં રૂ.1.36 કરોડના શંકાસ્પદ વ્યવહાર

આરોપીના કરન્ટ એકાઉન્ટની તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની માહિતી મળી છે. તપાસ મુજબ 9 એપ્રિલ 2021થી સપ્ટેમ્બર 2026 સુધી આ એકાઉન્ટમાંથી કુલ રૂ.1,36,05,550ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.આ રકમ માત્ર આ એક કેસ પૂરતી મર્યાદિત છે કે પછી અન્ય સાયબર ફ્રોડ સાથે પણ તેનું જોડાણ છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ

સુરત સાયબર ક્રાઈમ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને દુબઈમાં બેઠેલા વોન્ટેડ આરોપી (Dubai Cyber Fraud) સહિત આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પોલીસ હવે આરોપીના બેંક વ્યવહારો, અન્ય સંભવિત ખાતાઓ અને આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સાથેના કનેક્શનની તપાસ કરી રહી છે.

આ કેસ ફરી એક વખત બતાવે છે કે માત્ર કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને આપવું ગંભીર કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. પોલીસની તપાસમાં આ ખાતાનો ઉપયોગ કયા-કયા ગુનાઓમાં થયો છે તે વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.


આ પણ વાંચો: કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: સાયબર ક્રાઈમ : સિવિલ હોસ્પિટલના નામે ઠગાઈ કરનારા 3 ઝડપાયા

આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

Post navigation

જામનગરમાં નવરાત્રી પહેલા પોલીસની કાર્યવાહી: દારૂની 15 બોટલ સાથે ત્રણ યુવકો ઝડપાયા
જંતર મંતર પાસે રાહુલ-પ્રિયંકાની અટકાયત, પોલીસ સાથે ઘર્ષણ

More Posts

Not Set/ જસદણ પેટા ચૂંટણી : મને કાયદાની જાણકારી નથી, અવસર નાકિયાનો વીડિયો વાયરલ

December 9, 2018Jay Mehta

આજનું રાશિફળ/ 19 નવેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

November 19, 2022November 18, 2022Maya Sindhav

Covid-19 Update/ મુંબઈમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં કોવિડના 3671 કેસ નોંધાયા

December 30, 2021December 30, 2021padma prajay

Not Set/ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું.

November 20, 2017November 20, 2017mantavya

શ્રદ્ધાંજલિ/ CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની કરી જાહેરાત

January 9, 2021January 9, 2021Maya Sindhav

PM Modi Egypt Visit/ ઇજિપ્તની બે દિવસીય મુલાકાતે કાહિરા પહોંચ્યા વડાપ્રધાન મોદી, જાણો અહીં સંપૂર્ણ કાર્યક્રમ

June 24, 2023June 24, 2023Maya Sindhav
spicejet-supreme-court

Not Set/ સ્પાઇસજેટને SCની રાહત! એરલાઇનને બંધ કરવાના આદેશ પર ત્રણ સપ્તાહ માટે રોક

January 28, 2022parth sharma

Hyderabad News/ પતિએ ગર્ભવતી પત્નીના પેટ પર બેસી ઓશિકા વડે ગળુ દબાવ્યું : ગર્ભમાંથી 7 માસનો ભ્રૂણ બહાર આવી ગયો

January 22, 2025Nikunj Patel

Gujarat election 2022/ અમદાવાદમાં 93 હજાર યુવા મતદારો પહેલીવાર મતદાન કરશે, યુવાધનને PM મોદી પર વિશ્વાસ

November 3, 2022garima rao

Rajkot News/ પિતા વિનાની યુવતીને ભાગીદારે શોરૂમની અંદર લાફા ઝીંક્યા, કારણ માત્ર આટલું…

September 7, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy