Jamnagar News: જામનગરમાં દારૂની હેરાફેરી સામે પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. સિટી એ ડિવિઝન પોલીસની ટીમે રણજીતસાગર રોડ પર જાહેર રસ્તા પરથી વિદેશી દારૂની 15 બોટલ સાથે ત્રણ યુવકોને પકડી પાડ્યા. દારૂ લઈ જવા માટે વપરાયેલું બાઈક અને મોબાઈલ ફોન પણ કબજે લેવાયા છે, જેની કુલ કિંમત રૂ. 46,500 થાય છે.
Jamnagarમાં પોલીસની કાર્યવાહી
પોલીસ સૂત્રો અનુસાર, રણજીતસાગર રોડ પર ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ યુવકોની હાલત શંકાસ્પદ લાગતાં તેમને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. પકડાયેલા ત્રણ આરોપીઓમાં મહેશ કિશોર પરમાર, ઉંમર 27 વર્ષ, રહેવાસી દરેડ, ગોપાલ જાદવ, ઉંમર 24 વર્ષ, રહેવાસી નાઘેડી ખાણ વિસ્તાર અને શક્તિસિંહ પ્રભાતસિંહ જાડેજા, ઉંમર 24 વર્ષ, રહેવાસી દરેડનો સમાવેશ થાય છે.
કઈ-કઈ વસ્તુઓ જપ્ત થઈ
તપાસમાં ત્રણેય પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની 15 સીલબંધ બોટલ મળી, જેની કિંમત રૂ. 1,500 અંદાજવામાં આવી છે. દારૂની હેરાફેરી માટે વપરાયેલું GJ-10-EG-5169 નંબરનું જ્યુપિટર મોટરસાઇકલ રૂ. 40 હજારનું છે, જ્યારે શક્તિસિંહ પાસેથી મળેલો મોબાઈલ રૂ. 5 હજારનો ગણાયો છે. આ રીતે કુલ રૂ. 46,500નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો.
ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ
સિટી એ ડિવિઝન (City A Division) પોલીસ સ્ટેશન (Jamnagar Police)માં ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (Prohibition Act)ની કલમ 65(એ)(એ), 116(બી), 98(2) અને 81 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:દારૂ છુપાવવા એક્ટિવામાં બનાવ્યા ચોરખાના! વડોદરામાં 455 બોટલ સાથે બેની ધરપકડ
આ પણ વાંચો:બગોદરા પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની આડમાં હેરાફેરી થતો 22.72 લાખનો દારૂ ઝડપ્યો, ડ્રાઈવરની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી 84.32 લાખનો દારૂ ઝડપાયો, 8,592 બોટલ સાથે બે ઝડપાયા
