Ahmedabad News/ બગોદરા પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની આડમાં હેરાફેરી થતો 22.72 લાખનો દારૂ ઝડપ્યો, ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદના બગોદરા (Bagodara)પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની આડમાં હેરાફેરી થતો રૂ.22.72 લાખનો દારૂ ઝડપી ડ્રાઈવરની ધરપકડ કરી.

Gujarat Ahmedabad Breaking News
Bagodara

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસે બગોદરા (Bagodara)-ધંધુકા ચોકડી પાસેથી આઈસર કન્ટેનરમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 4500 બોટલ દારૂ અને કન્ટેનર-મોબાઈલ સહિત કુલ રૂ. 42.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

Bagodara ધંધુકા ચોકડીથી દારૂનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ, બગોદરા પોલીસે (Police) બગોદરા-ધંધુકા ચોકડી પાસેથી એક આઈસર કન્ટેનર ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું.

375 પેટીમાં 4500 બોટલ દારૂ

કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી 375 પેટીમાં ભરેલી 4500 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાની કિંમત રૂ.22.72 લાખ થાય છે. દારૂ ઉપરાંત કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ રૂ.42.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હરિયાણાનો ડ્રાઈવર ઝડપાયો

પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અનીલકુમાર લૌહાર (Anil Kumar Lohar)ને ઝડપી પાડ્યો છે, જે હરિયાણાનો રહેવાસી છે. આ ઉપરાંત દારૂ ભરનાર વિજયકુમાર જાટ (Vijay Kumar Jat) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ મંગાવનાર ઈસમ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

દારૂ ક્યાંથી આવ્યો, તપાસ શરૂ

આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બગોદરા PI એચ.જી. ગોહિલે (H.G. Gohil) આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી 84.32 લાખનો દારૂ ઝડપાયો, 8,592 બોટલ સાથે બે ઝડપાયા

આ પણ વાંચો:દારૂની દરેક બોટલ પર ₹10 વધારાના, ખાલી બોટલ પર મળશે રિફંડ

આ પણ વાંચો:ચાંદખેડામાં દારૂના નશામાં કોન્સ્ટેબલે એક્ટિવાને મારી ટક્કર, કાકા-ભત્રીજી ઈજાગ્રસ્ત