Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રાત્રિના સમયે થયેલા અકસ્માતમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની (Chandkheda Drunken constable) ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે કોન્સ્ટેબલ(Chandkheda Drunken constable) દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો અને તેણે એક્ટિવા પર જઈ રહેલા કાકા-ભત્રીજીને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં 15 વર્ષીય સગીરાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મંદિર પાસેથી પસાર થતાં એક્ટિવાને પાછળથી ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, કાસિન્દ્રામાં રહેતા 40 વર્ષીય આશિષ પટેલ 21 સપ્ટેમ્બરની રાત્રે પોતાની 15 વર્ષની ભત્રીજીને એક્ટિવા પર બેસાડીને ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તેઓ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી ક્રેટા કાર સાથે તેમની એક્ટિવાની ટક્કર થઈ હતી. અકસ્મિક ટક્કરના કારણે કાકા-ભત્રીજી બંને રસ્તા પર પટકાયા હતા. સગીરાને હાથ અને પગના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
Chandkheda Drunken constable: દારૂના નશામાં હોવાનો આરોપ
અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. કારચાલક ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ છે, પરંતુ સ્થાનિકોએ તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન કારચાલક નરોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવે હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં કોન્સ્ટેબલ દારૂના નશામાં (Chandkheda Drunken constable) કાર ચલાવતો હોવાનો આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ગૌરાંગ દવેની ધરપકડ કરી છે. અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કારને પણ પોલીસે કબજે લીધી છે. ઘટનાને પગલે પોલીસ કર્મચારી દ્વારા ફરજ અને કાયદાના પાલન અંગે પણ સવાલો ઉઠ્યા છે. હાલ પોલીસે અકસ્માત, નશાની સ્થિતિ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:વિદેશી દારૂના ગુનામાં 9 વર્ષથી ફરાર, અમદાવાદમાં રહેતો આરોપી ભાવનગર પોલીસના હાથે ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ
