- VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ
- e-Challanની રકમ નાગરિકો Credit Card/Debit Card/Net Banking/UPI થી તેમજ સંલગ્ન જિલ્લાના નેત્રમ ખાતે રોકડમાં ભરી શકશે
- One Nation One Challan System મારફતે જનરેટ થયેલા e-Challanની જાણકારી વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર SMSથી અપાશે
- VISWAS Projectના અમલીકરણ બાદ રાજ્યમાં ચોરી, લૂંટ, ધાડ, હિટ એન્ડ રન જેવા 5,500થી વધુ ગુનાઓ ડિટેક્ટ કરવામાં મદદ મળી
રાજય સરકારે ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે Digital Gujarat અનેકવિધ પગલાં ભર્યા છે જેના ભાગરૂપે રાજયના પોલીસ વિભાગે VISWAS Project અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, છ પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41 શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ 7000થી વધુ CCTV કેમેરા લગાવી Digital Gujarat સબંધિત જિલ્લાના NETRAM સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવિટીથી જોડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘NETRAM ને ગાંધીનગર સ્થિત TRINETRA: Integrated Command & Control Centre (i3C) સાથે integrate કરવામાં આવ્યા છે. હવે VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરી દેવામાં આવી છે.
વિશ્વાસ પ્રોજેકટ ટાસ્ક ફોર્સના ચેરમેન અને એડીશનલ ડી.જી.પી નરસિંહા કોમરે આ અંગે વિગતો આપતા કહ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફિક નિયમોના ઉલ્લંધન બદલ VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં 15-02-2020 થી e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં One Nation One Challan System મારફતે વાહન માલિકને e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે 13/06/2023 પહેલાં Digital Gujarat ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમની ચૂકવણી Online Portal: https://echallanpayment.gujarat.gov.in ઉપર Credit Card/Debit Card/Internet Banking /UPI થી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ offline payment (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના NETRAM ખાતે over the counter payment facility ઉભી કરવામાં આવી છે.
13 જુન 2023 પછી ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ Digital Gujarat રકમ ચૂકવવા માટે Online Portal: https://echallan.parivahan.gov.in ઉપર Credit Card/Debit Card/ Internet Banking/UPI વગેરેથી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇ પણ વાહન માલિક Offline Payment (રોકડમાં) કરવા માંગતા હોય તો તેઓ સંબંધિત જીલ્લાના NETRAM ખાતે ઉભી કરવામાં આવેલી over the counter payment facility નો ઉપયોગ કરીને રોકડમાં ચુકવણી કરી શકશે. સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશન અથવા અન્ય જીલ્લાના NETRAM ખાતે રોકડમાં ચૂકવણી થઇ શકશે નહી.
તેમણે ઉમેર્યું કે One Nation One Challan System મારફતે જનરેટ Digital Gujarat થયેલ e-Challanની જાણકારી System મારફતે જ વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર SMS થી આપવામાં આવશે. આ ઉપરાંત, જનરેટ થયેલ e-Challan Speed Post મારફતે વાહન માલિકના સરનામે પણ મોકલવામાં આવશે. e-Challan ની સામે માંડવાળ રકમ 90-દિવસમાં ચુકવવામાં નહી આવે તો તે e-Challan આપમેળે Virtual Court માં મોકલવામાં આવશે.
One Nation One Challan System માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘VAHAN’ (data base of vehicle registration numbers) અને ‘SARTHI’ (data base of driving licenses) સાથે integrate થયેલ છે. ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) એક જ પ્લેટફોર્મ One Nation One Challan System પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, Digital Gujarat વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે તેમજ વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલિકના નામમાં ફેરબદલ કરવા, Registration Certificate માં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, NOC, fitness certificate, permits તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ e-Challan ની ચૂકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે અને ત્યારબાદ જ પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા વાહન સબંધિત સેવાની અરજીનો નિકાલ થશે.
તેમણે કહ્યું કે, VISWAS Project અંતર્ગત લગાવવામાં Digital Gujarat આવેલ CCTV Camera ના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં CCTV Camera ના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૫૫૦૦થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે.
આ પણ વાંચોઃ Biporjoy In Pakistan/ ‘Biporjoy’ની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી, સિંધ પ્રાંતમાં ભારે પવન સાથે વરસાદ
આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ બિપરજોયે મચાવી આવી તબાહી, વિનાશ પછી હોશ ઉડાવી દેતા વીડિયો જુઓ
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન
આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત
આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ ગુજરાતમાં 24 કલાક પડી શકે છે ભારે વરસાદ, રાજસ્થાનમાં શનિવાર સુધી અસર રહેશે
