Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

જણાવી દઈએ કે, વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આટલી જગ્યાએ થયું છે નુકસાન

Top Stories Gujarat Photo Gallery
4 195 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયા બાદ જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. બિપરજોય વાવાઝોડાની હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો હેરાન પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આપને જણાવી દઈએ કે, વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

4 197 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

નવસારીમાં વાવાઝોડા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો, નવસારીમાં સોના સેમ્બર્સના એપાર્ટમેન્ટમાં પાંચમા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો, ગેલેરીનો ભાગ તૂટી  પડતાં ગેલેરી નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થવા પામ્યું હતું. 4 બાઈક અને એક કારને નુકસાન થવા પામ્યું હતું, પાલિકાએ નોટિસ આપી ઉતારી પાડવા સુચના આપી હતી,

4 188 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

બિપરજોય વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ થયા છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજળી ગુલ છે. રાજકોટ, દ્વારકા,નલિયા હાઇવે,રાધનપુર નેશનલ હાઇવે અનેક જગ્યાએ વાવાઝોડાની અસર જોવા મળી છે.

4 190 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુક્શાન થતા વૃક્ષો હટાવવા NDRF ટીમએ ભારે જહેમત ઉઠાવી છે. અનેક રસ્તાઓ પર વૃક્ષો, હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. સાથે જ ભારે પવન અને વરસાદના લીધે વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી. રાધનપુર નેશનલ હાઇવે પર લાગેલું બોર્ડ ધરાશાયી થતા ઓથોરિટી દ્વારા બોર્ડ ઉતારી દેવાયું હતું.

4 191 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

વાવાઝોડાની અસરના પગલે  ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, ભારે પવન સાથે વરસાદથી નડાબેટમાં નુક્સાન થયું હતું, નડાબેટ ટુરિઝમમાં સોલર પ્લેટ ધરાશાયી થઈ હતી, ભારે પવનથી નડાબેટ ખાતે તારાજી સર્જાઇ હતી. બનાસકાંઠામાં હજુ પણ ભારે પવન યથાવત્ છે.

4 189 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

આણંદના પેટલાદમાં વાવાઝોડાની અસર દેખાઈ હતી, પેટલાદના રણછોડજી મંદિર પાસે વીજપોલ ધરાશાઈ થયો હતો, ધર્મજ ચોકડી પાસે વૃક્ષ ધરાશાઈ થયું હતું, સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થતાં ટળી હતી,  મામલતદાર, MGVCLની ટીમે ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી, શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ થાંભલાનું સમાર કામ હાથ ધરાયું હતું.

4 193 બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

ઠેર ઠેર અનેક જગ્યા એ  વૃક્ષો ધરાશાઈ થયા છે. તેના કારણે રસ્તા પર ખુબ ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આ સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યાની ટીમને તૈનાત કરવામાં આવી છે. વૃક્ષો હટાવવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી