New Delhi News : અદાણી ગ્રુપ પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે પણ તેના શેરમાં વધારો થઈ રહ્યો છે.સંસદમાં અદાણી મુદ્દે હોબાળો અને બજારમાં અદાણી શેરમાં તેજી, અદાણી કેસને લઈને વિપક્ષે સંસદમાં હંગામો મચાવ્યો છે. અને સરકારે અદાણી મુદ્દે ઘેરાવાના પ્રયાસો થયા છે. હંગામો થયા બાદ સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. શેર બજારમાં ઉછાળની અસર અદાણી શેરમાં પણ જોવા મળી હતી. અદાણી ગ્રુપના બધાં શેરમાં તેજી જોવા મળી હતી. અને તેમાં પણ અદાણી એનર્જી સોલ્યુશનમાં સૌથી વધારે વિકાસ જોવા મળ્યો હતો.
સોમવારે અદાણીનાં શેરમાં વધારો થયો છે. ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4%વધીને રૂ.2,319.90 થયો હતો. અદાણી એનર્જીનો શેર લગભગ 7% વધીને રૂ.694.15 થયો હતો. અદાણી પાવરના શેરમાં પણ 4.6 ટકાનો વધારો થયો હતો, અને અદાણી ગ્રીન એનર્જીમાં 6.4 ટકાનો વધારો થયો.હવે સવાલ એ થાય છે કે, અદાણી પર લાંચનો આરોપ લાગ્યા બાદ પણ શેરમાં આટલો વધારો?
શું છે અદાણી લાંચ કેસ ?
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો સામે લાંચ, છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. તેના પર અદાણી ગ્રીન એનર્જી લિમીટેડ અને એઝ્યુર પાવર સાથે સોલાર એનર્જી ડીલ માટે 2020-2024 વચ્ચે ભારતીય અધિકારીઓને $250 મિલિયનની લાંચનો આરોપ હતો.સોમવારના કારોબારીના સપ્તાહના પહેલાં દિવસે જ અદાણી ગ્રુપના શેરને લઈને મોટા સમાચાર આવ્યા કે અદાણીના શેરમાં સતત વધારો થયો જે અદાણી માટે તે સમાચાર સારા ગણવામાં આવે પરંતુ અમેરિકામાં લાંચ કેસને લઈને શરુ થયેલ વિવાદને કારણે અદાણીના શેરની હાલત ખરાબ હતી. અદાણીના શેર સતત ઘટી રહ્યા હતા. સમાચાર આવ્યા બાદ કલાકોમાં જ અદાણીના શેરનું માર્કેટ ઘટીને 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને આજે સોમવારે અદાણી શેરમાં અચાનકથી જ વધારો જોવા મળ્યો હતો. અદાણીના શેરની મુવમેન્ટ પણ બદલાઈ ગઈ.
સોમવારે ભલે અદાણીના શેરમાં વધારો થયો હોય પરંતુ અદાણીની પરેશાનીઓ ઓછી થતી નથી. સંસદમાં વિપક્ષ અદાણી મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. અને બીજી બાજુ અદાણીના હાથમાંથી કેન્યાનો મોટો સોદો ગયો છે અને બાંગ્લાદેશમાંથી પણ તેમના સારા સમાચાર મળ્યા નથી.બીજી બાજુ અદાણીની ડીલની તપાસ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:ઝારખંડ ચૂંટણી પરિણામ: ‘ભારત’ને બહુમતી મળી, CM હેમંત સોરેન જીત્યા, JMM 34 બેઠકો જીતી
આ પણ વાંચો:ઝારખંડમાં ભારત ગઠબંધનની જીત પર રાહુલ ગાંધીએ લોકોનો આભાર માન્યો
આ પણ વાંચો:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે? જાણો શું છે સમીકરણ
