અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરશે. આ કાર્યક્રમ ભારતમાં દીપોત્સવની ઉજવણીના ત્રણ દિવસ પૂર્વે યોજવામાં આવ્યો છે. ટ્રમ્પ ત્રીજી વખત વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવા જઇ રહ્યા છે. આ પરંપરા 2009 માં તેમના પૂર્વગામી બરાક ઓબામા દ્વારા શરૂ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ અનુસાર ટ્રમ્પ ગુરુવારે દીવા પ્રગટાવી ને દિવાળીની ઉજવણી કરશે.
2017 માં ટ્રમ્પે વ્હાઇટ હાઉસની તેમની ઓવલ ઓફિસમાં પહેલીવાર દિવાળીની ઉજવણી કરી હતી. આ સમય દરમિયાન તેમના વહીવટના સભ્યોનું એક પ્રતિષ્ઠિત જૂથ અને ભારતીય-અમેરિકન સમુદાયના નેતાઓ હાજર હતા. ગયા વર્ષે ટ્રમ્પે અમેરિકાના તત્કાલીન રાજદૂત નવતેજસિંહ સરનાને દિવાળીના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું.
અમેરિકામાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ટેક્સાસના રાજ્યપાલ ગ્રેગ એબોટે શનિવારે ભારતીય-અમેરિકન સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમે રાજ્યપાલ મેન્શનમાં દીવડાઓ પ્રગટાવ્યા હતા. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટેક્સાસ પ્રવાસ અંગે ચર્ચા કરી. અમે અંધકાર ઉપર પ્રકાશની ઉજવણી કરી છે.
Tonight we celebrated the Festival of Lights with the Indian-American community in Texas.
We lit Diwali lamps on display in the Governor’s Mansion.
We discussed Prime Minister Modi’s visit to Texas.
We celebrated the victory of light over darkness.@narendramodi #Diwali pic.twitter.com/Il91EBBvFl
— Greg Abbott (@GregAbbott_TX) October 21, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
