Not Set/ જાણો, દીપિકા પાદુકોણે ખરીદ્યું આટલા લાખ રૂપિયાનું મંગલસૂત્ર

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાય જવાના છે. બેંગ્લોરના તેના ઘરમાં નંદી પૂજા અટેન્ડ કર્યા પછી  દીપિકા મુંબઇ પરત આવી ગઈ છે અને જો તાજેતરના સમાચારનું માનવામાં આવે તો દીપિકાએ તેના મંગલસૂત્રની ખરીદી પણ કરી લીધી છે. એક અહેવાલ અનુસાર, દીપિકાના મંગલસૂત્ર 20 લાખ રૂપિયાનું છે. દીપિકાએ મુંબઇના અંધેરી સ્થિત […]

Trending Entertainment

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાય જવાના છે. બેંગ્લોરના તેના ઘરમાં નંદી પૂજા અટેન્ડ કર્યા પછી  દીપિકા મુંબઇ પરત આવી ગઈ છે અને જો તાજેતરના સમાચારનું માનવામાં આવે તો દીપિકાએ તેના મંગલસૂત્રની ખરીદી પણ કરી લીધી છે. એક અહેવાલ અનુસાર, દીપિકાના મંગલસૂત્ર 20 લાખ રૂપિયાનું છે. દીપિકાએ મુંબઇના અંધેરી સ્થિત એક જ્વેલરીની દુકાનમાંથી આ મંગલસૂત્ર ખરીદ્યું છે.

https://www.instagram.com/p/BprFaSWADm8/?utm_source=ig_embed

દીપિકાએ તેના માટે મંગલસુત્રાની ખરીદી સાથે સાથે રણવીર સિંહ માટે ચેઈન પણ ખરીદી છે. એવું કહેવામાં આવે છે કે આ બે વસ્તુઓ ઉપરાંત, દીપિકાએ આશરે 1 કરોડની જ્વેલરી શોપિંગ કરી છે.

Related image

દીપિકાની આ ખરીદી વિશે જ્વેલરી શોપને પહેલેથી જ જાણવા કરવામાં આવી હતી. દીપિકા પોતાના માટે આરામથી  જ્વેલરી પસંદ કરી શકે તે માટે જ્વેલરી શોપને સામાન્ય લોકો માટે 1 કલાક પહેલા જ શોપ બંધ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે  14-15 નવેમ્બરના રોજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કરવાના છે. જ્યાં સુધી વાત રિસેપ્શન છે,તો તે 1 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજવામાં આવશે.