Patan News/ પાટણ: HNGU માં પ્રોફેસરની બેદરકારીનો ઘટસ્ફોટ

મૂલ્યાંકન પ્રક્રિયામાં પ્રોફેસરે ઘોર બેદરકારી (Negligence)દાખવી હતી

Gujarat Others
Negligence

Patan News : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયામાં એક પ્રોફેસરની ગંભીર બેદરકારી(Negligence)નો મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ઉત્તરવહી ચકાસણી દરમિયાન પ્રોફેસરે કરેલી ભૂલોને કારણે સમગ્ર મામલો યુનિવર્સિટી પરીક્ષા વિભાગના ધ્યાને આવ્યો છે.

માહિતી મુજબ, મૂલ્યાંકન પ્રક્રિયામાં પ્રોફેસરે ઘોર બેદરકારી (Negligence)દાખવી હતી. આશ્ચર્યજનક રીતે 200થી વધુ વિદ્યાર્થીઓને એકસરખા ગુણ આપવામાં આવ્યા હતા. પ્રોફેસરે દરેક પ્રશ્નમાં 12 થી 13 ગુણ ફાળવી દેતા પરિણામોમાં ગડબડ સર્જાઈ હતી.

બેદરકારી સામે આવતા પ્રોફેસરની દાદાગીરી

આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પણ પ્રોફેસરે દાદાગીરી દાખવતા કર્મચારીઓને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હોવાના આક્ષેપો પણ થયા છે.

યુનિવર્સિટી પ્રશાસને સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ફરીથી ઉત્તરવહી ચકાસણી માટે કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે હવે યુનિવર્સિટી દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો : અમદાવાદ/ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારી, વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં

આ પણ વાંચો : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા