- વડોદરામાં ભાજપ કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો
- દારૂ પીધેલી હાલતમાં રાત્રે પોલીસે ઝડપ્યો
- વોર્ડ નંબર 14 ના કાઉન્સિલરનો પુત્ર ઝડપાયો
- દીકરાને છોડાવા માટે કાઉન્સિલરના ધમપછાડા
- પોલીસ સ્ટેશનમાં મહિલા કોર્પોરેટરે કર્યો હોબાળો
ન્યૂ યરની ઉજવણીને લઈને ગુજરાતની પોલીસ એલર્ટ મોડ પર છે. દરેક જિલ્લાની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયુ હતું. ત્યારે વડોદરા પોલીસે પણ બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.
આ પણ વાંચો : સુરતમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ થયો ધરાશાયી, એક વ્યક્તિનું મોત,ત્રણ ઘાયલ
આપને જણાવી દઈએ કે, જ્યારે આ વાતની જાણ ભાજપ કોર્પોરેટર માતાને થઈ તો તેઓ સીટી પોલીસ સ્ટેશન તેમના દીકરાને છોડાવવા માટે પહોંચ્યા હતા અને હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી એટલું જ નહીં એક પોલીસ કર્મચારી નું જેકેટ પણ ખેંચાતાણીમાં ફાટી ગયું હતું
આ મામલે મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસી નો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સીટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
આ કિસ્સાની જાણ ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીને થતા તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ પણ વાંચો :નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી અને એન.એસ.એસ.ના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં
આ પણ વાંચો :ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં લાખ્ખો રૂ.ની છેતરપીંડી કરનાર બે યુવતીઓ સમેત
જેલમ ચોક્સીએ પોલીસ સ્ટેશનમાં એટલો હોબાળો મચાવ્યો હતો કે, કાનના કીડા ખરી પડે. તેમણે પોલીસ સ્ટેશનમાં ઉંચા અવાજે બૂમાબૂમ કરી હતી. પોલીસના કર્મચારીઓ અને ભાજપના મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદાર અને પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટવાની ઘટના બની હતી. આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સત્તા ધરાવતી પાર્ટીના એક કોર્પોરેટરનું આ પ્રકારનું વર્તન અશોભનીય ગણાય. પુત્રને છોડાવવા મહિલા કોર્પોરેટરે એટલા ધમપછાડા કર્યા હતા કે, તેઓ પોતાના પદનુ પણ ભાન ભૂલ્યા હતા.
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકો માટે સોમવારથી રસીકરણ અભિયાનનો પ્રારંભ : તંત્ર દ્વારા તડામાર
આ પણ વાંચો :જિલ્લા માહિતી કચેરીના ફેલો નીતિન રથવીને માહિતી પરિવાર દ્વારા વિદાયમાન અપાયું
