Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.
એર માર્શલ નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.
ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. 1 મે 2025થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે.
નગેશ કપૂર 1986માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને 38 વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-21 અને મિગ-24 સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ 3400 કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.
તેમની સેવાઓની પ્રશંસા રૂપે 2008 માં વાયુસેના મેડલ, 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2025 માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતનો રાજય સ્વાગત કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલની સમક્ષ 22મેના રોજ યોજાશે
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા તિરંગા યાત્રામાં જોડાયા
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓ
