Gujarat News: છેલ્લા કેટલાક દિવસોમાં કન્ફર્મ ટિકિટ કરાવી અપાવવાની લાલચ/વિશ્વાસ આપી ઠગાઇ કરી મોબાઈલ એટીએમ કાર્ડ અને અન્ય કીમતી ચીજ વસ્તુઓ પડાવી લેવા અંગે નોંધાયેલ અન-ડિટેક્ટ ગુના સંદર્ભે આ ગુન્હાઓનો ભેદ ઉકેલવા કરાયેલ સૂચના તેમજ માર્ગદર્શન, અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.સોલંકી, પીએસઆઇ જે.બી કુરેશી અને પોલીસ સ્ટાફ દ્વારા આ પ્રકારના ગુન્હાઓનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એકત્રિત કરેલ ઇનપુટ્સ અને આર.પી.એફ. પો.સબ.ઈન્સ ઓ.પી.કોહલી દ્વારા ઉપલબ્ધ કરાયેલ સી.સી. ટી.વી. ફુટેજ આધારે ગાંધીધામ રેલવે પોલીસ ટીમને ગાંધીધામ રેલવે પોલિસ સ્ટેશન વિસ્તારના અંજાર રેલવે સ્ટેશન ખાતેથી શંકાસ્પદ છ ઇસમો રામપુકાર ગરભુ મહતો,સુરેન્દ્ર મહતો,વિવેક વૈદેહી મહતો,બ્રહ્મદેવકુમાર,દિલિપકુમાર અને રાજકુમાર મુદ્દામાલ અને રોકડ રકમ સાથે મળી આવ્યા હતા.
તેઓની ઊંડાણ પૂર્વકની પૂછ પરછ કરતા જાણવા મળ્યું કે આ ઇસમો ૩-૩ ની ટોળકી(જૂથ) બનાવી રેલવે સ્ટેશન પર આવી પરપ્રાંતીય મુસાફરોને ટાર્ગેટ કરતા તેને પોતાના પરિચિત રેલવે અધિકારી/કર્મચારી મારફતે કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની વલય આપી, મુસાફરનો મોબાઈલ, ATMકાર્ડ, રોકડ રકમ અને અન્ય કીમતી ચીજ વસ્તુઓ ઠગાઇ આચરી પડાવી લેતા અને મુસાફરને રાહ જુઓ હમણા જ આપની કન્ફર્મ ટિકિટ આવી જશે તેવો વિશ્વાસ આપી પોતે નાસી જતાં. અને મોબાઈલ અથવા ATM કાર્ડ મારફતે મુસાફરોના એકાઉન્ટ માંથી રોકડ રકમ ઉપાડી ગુન્હા આચરવાની ટેવ વાળા હતા.આ ૬ ઇસમોને ટોળકીને પકડી પાડી ફૂલ 16 મોબાઈલ ફોન, 6 એટીએમ કાર્ડ, 1 સ્માર્ટ વોચ. અને 1.43,000/- રોકડ રકમ (જે તમામ મુદ્દામાલ અલગ-અલગ મુસાફરો સાથે ઠગાઇ કરી મેળવેલ છે) કબજે કરવામાં આવેલછે.
આ કામગીરી પીઆઇ પી.આર.સોલંકી,પીએસઆઇ જે.બી.કુરેશી,પો.સબ.ઇન્સ.આર.પી.એફ. ઓ.પી.કોહલી,એ.એસ.આઇ અરજણભાઈ સોમાભાઈ,એ.એસ.આઇ. દિલીપભાઇ આલાભાઇ,એ.એસ.આઈ. ધનશ્યામસિંહ દોલતસિંહ,પો.હેડ.કોન્સ. રાજુભાઈ નારણભાઈ,શામળાભાઇ ગોપાલભાઇ,અમરદીપસિંહ કિરીટસિંહ,પો.કોન્સ. પ્રવિણભાઇ જીવાભાઇ,કાનાભાઈ મનસુખભાઈ,શૈલેષભાઇ માદેવભાઇ,કલ્પેશભાઇ રાજુભાઇ અને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા સાવચેત અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કે,રેલવે સ્ટેશન પર મુસાફરી કરતી વખતે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા લાલચમાં/વિશ્વાસમાં આવી પોતાના મોબાઈલફોન, ATMકાર્ડ, કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ અજાણ્યા ઈસમને સોંપવી નહીં, અન્યથા તમારી સાથે ઠગાઇ થઈ શકે છે. અને મોટું આર્થિક નુકશાન થઈ શકે છે.
આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
આ પણ વાંચો:ગુજરાતમાં 14 ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરની ટ્રાન્સફર, 3ની પાસે એડિશનલ ચાર્જ
આ પણ વાંચો:ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યોમાં આવતીકાલે મોકડ્રીલ
