- પોલીસે 10 વર્ષનાં બાળકને મુક્ત કરાવ્યો
- પોલીસે આરોપીની કરી ધરપકડ
- હાથીખાના ગેંડા ફળિયામાં પોલીસના દરોડા
- યુપીથી બાળકને લવાયો હતો વડોદરા
- આરોપી દ્વારા બાળક પર ગુજારાતો ત્રાસ
વડોદરામાં હ્યુમન ટ્રાફિટીંગનો કેસ સામે આવ્યો છે. શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં પોલીસે દરોડા પાડીને 10 વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો. 6 મહિનાથી બાળકને યુપીથી લાવીને વડોદરા ગેંડા ફળિયા વિસ્તારમાં એક ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સખત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બાળક પર ત્રાસ ગુજારતો હોવાનું પણ પોલીસ સમક્ષ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં રહેતા શાહિદખાન અને તેની પત્ની શહેરબાનુ સાડીઓ વેચવાનો વ્યવસાય કરે છે. સાડીના વ્યવસાયમાં અને ઘરમાં કામકાજ માટે કોઇ બાળકની તેઓની જરૂરી હતી. જેથી શહેરબાનુ ઉત્તરપ્રદેશમાં રહેતી તેની બહેનના 10 વર્ષના પુત્રને ભણાવવાના બહાને 6 માસ પહેલા વડોદરા લઇ આવી હતી. સગી બહેનના પુત્રને સ્કૂલમાં મોકલવાના બદલે તેઓ પોતાના સાડીના ધંધાનું કામ કરાવતા હતા. આ ઉપરાંત ઘરમાં વાસણ, પોતુ સહિત ઘરનું તમામ કામ કરાવતા હતા. અને જો બાળક કામ ન કરે તો તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
