રાજકોટ/ LIVE: આગમાં ઓલવાઈ માસુમ જિંદગીઓ

બપોરના ચાર વાગ્યાના સુમારે ગેમિંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન, ફાઇબરથી બનેલો ગેમિંગ ઝોન થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયો હતો………

Top Stories Gujarat Rajkot Breaking News
Image 2024 05 26T074401.564 LIVE: આગમાં ઓલવાઈ માસુમ જિંદગીઓ

ગેમ ઝોન Rajkot News: શનિવારે ગુજરાતના રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત ઓછામાં ઓછા 35 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે. શહેરમાં અગ્નિકાંડ મામલે SITની રચના કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી વિગતે માહિતી મેળવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને મળી ઘટનાનો તાગ મેળવ્યો હતો.

ગીરીરાજ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુખ્યમંત્રીએ વાત કરી,મુખ્યમંત્રીએ ઘાયલ જીગનાબા અને સાંત્વના આપી,જીજ્ઞાબાના દીકરીએ સમગ્ર ઘટના વિશે વાત કરી,જીજ્ઞાબાના પરિવારમાં પતિ સહિત પાંચ લોકોના લાપતા છે.

માસુમોના હત્યારાઓને હવે થઈ રહ્યો છે અફસોસ 

મંત્વય ન્યુઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માસુમોના હત્યારાઓને હવે થઈ રહ્યો છે અફસોસ માહિતી અનુસાર આરોપી યુવરાજ ગેમઝોનમાં 15%નો ભાગીદાર હતો.પોલીસ સામે રડી રહ્યો હતો આ આરોપી હવે તેમને લોકોના ઘરના ચિરાગ છીનવી હત્યારાઓને થાય છે અફસોસ આપને જણાવી દઈએ મુખ્ય આરોપી પ્રકાશ જૈન મૂળ રાજસ્થાનનો છે.તેમજ આરોપી પ્રકાશ અને રાહુલ હાલ ફરારછે.

રાજકોટ ગેમઝોન મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટમાં,રાજકોટ ગેમઝોન મુદ્દે HCમાં સુનાવણી શરૂ,HC બાર એસો.ની હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત
બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત,ગેમઝોનમાં બેદરકારી રાખનાર સામે પગલા લેવા રજૂઆત

કેમ નિયમોનું પાલન ન થયું ?ધંધાની લ્હાયમાં કોણ ભૂલ્યું નિયમો ?માસુમોના મોત માટે જવાબદાર કોણ ?કોની બેદરકારીએ લીધો 27 માસુમોનો જીવ ?

મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરા દુર્ઘટના સર્જાઈ,વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ,કોઈપણ પ્રકારની ફાયર NOC વગર ધમધમતું હતું આ ગેમઝોન.ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન બન્યા મોત ઝોન,CM સાહેબ આ મૃતકોના પરિવારનું આક્રંદ તો જુઓ સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતાં નહીં રાજકોટના કમિશ્નર અને કલેક્ટર સામે કાર્યવાહી કરજો
27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો સાહેબ.

પરશોત્તમ રૂપાલાએ દુખ વ્યક્ત કર્યું 

ભાજપ નેતા પરશોત્તમ રૂપાલા પહોંચ્યા મુલાકાતે એઈમ્સ,રામભાઈ મોકરિયા, ભરત બોઘરા પણ એઈમ્સ ઉપસ્થિત,પરિસ્થિતિની જાણકારી મેળવવાનો કર્યો પ્રયાસ ,રમેશ ટિલાળા, ડો. દર્શિતાબેન શાહ એઈમ્સ પર ઉપસ્થિત,એઈમ્સમાં રાખવામાં આવ્યા છે 16 મૃતદેહો.

CMએ લીધી પીડિતોની મુલાકાત

CMએ લીધી પીડિતોની મુલાકાત,ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડે રહ્યા હાજર,કલેકટર ઓફીસ ખાતે હાઈ લેવલની બેઠક યોજાશે, મૃતકોના પરીવારજનો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી,એઈમ્સથી સીધા જ હીરાસર એયરપોર્ટ માટે રવાના થયા CM

કુંવરજી બાવળિયાએ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આપ્યું નિવેદન

કુંવરજી બાવળિયાએ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આપ્યું નિવેદન કહ્યું સ્વજન ગુમાવનાર પરિવાર સાથે મારી સંવેદના વ્યક્ત કરું છુ. તપાસમાં કોઈ કચાશ નહીં રખાય,આને આને હત્યા તો ન કહી શકાય પરંતુ દુર્ઘટના કહી શકાય,આરોપીઓને કોઈપણ ભોગે નહીં છોડવામાં આવે

મૃતકોના DNA મોકલાયા ગાંધીનગર

રાજકોટ TRP ગેમ ઝોનમાંથી મૃતકોના DNA ગાંધીનગર મોકલાવ્યા જાણકારી અનુસાર 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા જેના DNAના રિપોર્ટ 48 કલાક બાદ આવશે આ DNA સેમ્પલ સવારે 4.30 વાગ્યે એરએમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર લવાયા હતા. વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સબંધી નથી આવ્યા.

ગેમ ઝોનમાં ગુમ થયેલા લોકોના નામ આવ્યા સામે

રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે વધુ એક માહિતી સામે આવી છે.રાજકોટ ગેમ ઝોનમાં ગુમ થયેલા લોકોના નામ આવ્યા સામે છે જેમાં નક્ષજીતસિંહ જયપાલસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ નિર્મલસિંહ જાડેજા,ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા,દ્રવાજી હિતેવ્દ્રસિંહ જાડેજા,સુમિલ હસમુખભાઈ સિદ્ધપુરા,ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ,અક્ષય કિશોરભાઇ ઘોલટાવાના નામ સામેલ છે.

આગ વિકરાળ બનવા પાછળનું કારણ આવ્યું સામે

રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં આગ વિકરાળ બનવા પાછળનું કારણ આવ્યું સામે,ટાયર અને ગો-કાર્ટિંગ કારના કારણે આગ લાગી હોવાનું અનુમાન  ગો-કાર્ટિગ કારમાં પેટ્રોલ ભરાયેલું હોવાનું આવ્યું સામે

#WATCH | Gujarat: A massive fire breaks out at the TRP game zone in Rajkot. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/f4AJq8jzxX

— ANI (@ANI) May 25, 2024

મોટા ભાગના મૃતકો ગોંડલના હોવાનું અનુમાન

રાજકોટ TRP ગેમ ઝોનની ગેમ એ લોકો માટે જીવનની છેલ્સલી ગેમ બની જશે એ આ લોકોએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય માહિતી અનુસાર આ  તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાયઈ રહ્યું છે. જેમાંથી ઘણા મૃતદેહો રાખમાં  ફેરવાઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.તો  કેટલાકની ઓળખ કરવી મુશ્કેલ બની છે .માહિતી અનુશાર  મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું અનુમાન છે.

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ અને મેનેજર નિતિન જૈનની કરાઈ ધરપકડ

રાજકોટ TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી તેમજ માનવિજય સિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે, જે આ દુર્ઘટના બાદ ફરાર થાય ગયા હતા. તેમજ આ ગેમઝોનના મેનેજર નિતિન જૈનને પણ પકડી પાડવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ આ  ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. જેમાં આ અગ્નિકાંડમાં  અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી  છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

રાજકોટ  અગ્નિકાંડ પર  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ શોક વ્યક્ત કર્યો હતો . તેમને  ‘X’ પર લખ્યું હતું કે  ‘રાજકોટમાં આગની ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. નાના બાળકો સહિત પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુખ

હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’ કરી આ મામલે  દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ લખ્યું છે કે ‘રાજકોટમાં બનેલી આ દુર્ઘટનામાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર સાંભળવું ખૂબ જ પીડાદાયી છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમામ ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવા વિનંતી કરવામાં આવી છે.અને, ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર આ ઘટનાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ કરે અને તમામ શોકગ્રસ્ત પરિવારોને ઝડપી ન્યાય આપે તેવી અપેક્ષા છે.

આગ લાગવાનું કારણ અકબંધ

રાજકોટના  TRP ગેમ ઝોનમાં અચાનક આગ લાગતા આ સમગ્ર દુર્ઘટના બની હતી. ગેમ ઝોનમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા 5 થી 7 કિ.મી સુધી દેખાતા હતા. જેના અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું  કે,હજી  ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’ તો બીજી તરફ, ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ ની ટીમ પણ ગેમ ઝોનની તપાસ કરવા પહોંચી છે.

Article Content Image

ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય તેમજ મૃતકના પરિજનોને ચાર લાખની અપાશે

આ  અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જી હા… આ સીવાય આ દુર્ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની પણ રચના કરવામાં આવી છે અને તેમને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

ડીએનએ ટેસ્ટથી મૃતદેહોની ઓળખ કરાશે

રાજકોટના ગેમ ઝોનમાં આગ એટલી ભયંક લાગી હતી કે આગમાં મૃતદેહો બળીને ખાખ થય ગયા હોય એટલી હદે સળગી ગયા હતા. જેના  વિશે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કેટલાક મૃતદેહો બળી ગયેલા તો હાલ કેટલાક મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ થઇ રહી છે, પરંતુ અમે તેના ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 26T083758.400 LIVE: આગમાં ઓલવાઈ માસુમ જિંદગીઓ

રાજકોટમાં ગીરીરાજ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ ઘટના સ્થળની CMએ મુલાકાત લીધી હતી.હાલ
ટોચનાં પદાધિકારીઓ CM સાથે જોડાયા.

राजकोट गेमिंग जोन में आग लगने के बाद जले हुए अवशेष. (पीटीआई फोटो)

બપોરના ચાર વાગ્યાના સુમારે ગેમિંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન, ફાઇબરથી બનેલો ગેમિંગ ઝોન થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયો હતો. પોલીસે ગેમિંગ ઝોનના માલિકો પ્રકાશ જૈન અને યુવરાજ સિંહ, રાહુલ રાઠોડ અને મહેન્દ્રસિંહની અટકાયત કરી છે. ફાયર NOC વગર ગેમિંગ ઝોન ચાલતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગેમિંગ ઝોનમાં આગ લાગવાને પગલે SITની રચના કરવામાં આવી છે. CID ક્રાઈમના મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી અધ્યક્ષ, FSLના ડાયરેક્ટર એચ.સંઘવી સભ્ય, ચીફ ફાયર ઓફિસર જે.એમ.ખડિયા સભ્ય, સુપ્રિટેન્ડીંગ ઈજનેર એમ.બી.દેસાઈ સભ્ય, ટેક.એજયુકેશન કમિ. બંછાનીધિ પાણી સભ્ય છે. SIT સરકારને 72 કલાકમાં રિપોર્ટ સુપરત કરશે.

WhatsApp Image 2024 05 26 at 7.35.51 AM LIVE: આગમાં ઓલવાઈ માસુમ જિંદગીઓ

અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો ભય

9 children among 27 dead in Rajkot gaming zone blaze | India News - Times of India

સ્થાનિકોએ જણાવ્યું કે શનિવાર હોવાથી અહીં ભારે ભીડ હતી. જ્યાં આ ગેમિંગ ઝોન છે ત્યાં ઉપરના ભાગમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ અમદાવાદના અધિકારી રાજેશ ભટ્ટે જણાવ્યું કે આ ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. નબળી ગુણવત્તાના વીજ વાયરનો ઉપયોગ અથવા વધેલો વીજ લોડ પણ આ ઘટનાનું કારણ બની શકે છે.

મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર

રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે તેમના બાળકો અને સંબંધીઓ વિશે માતાપિતા પાસેથી માહિતી લેવામાં આવી રહી છે, જેથી ગુમ થયેલા લોકો વિશે માહિતી એકઠી કરી શકાય. 15 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટનાની માહિતી લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાની સૂચના આપી છે. પોલીસનું કહેવું છે કે શહેરના તમામ ગેમિંગ ઝોનની સુરક્ષા તપાસ બાદ જ ઓપરેશનની પરવાનગી આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ

આ પણ વાંચો: TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 24 જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ