Jammu and Kashmir News: PM નરેન્દ્ર મોદી આજે ઉધમપુરમાં રેલી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું ઉધમપુરમાં ઘણા દાયકાઓથી આવી રહ્યો છું. જમ્મુ-કાશ્મીરની ભૂમિ પર મારૂ આવા-જવાનું છેલ્લા 5 દાયકાઓથી અવિરત ચાલું રહ્યું છે. મને યાદ છે 1992માં એકતા યાત્રા વખતે તમે મારૂં અહીં ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.
તમે બધા જાણો છો કે ત્યારે અમારૂં મિશન લાલ ચોક પર તિરંગો ફરકાવવાનો હતો. 2014માં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવ્યો હતો અને આ મેદાન પર મેં ગેરંટી આપી હતી કે જમ્મુ-કાશ્મીરની અનેક પેઢીઓએ ઘણું સહન કર્યું છે, તેનાથી મુક્તિ અપાવીશ.
તમારા આર્શીવાદથી મોદીએ એ ગેરંટી પૂરી કરી છે. દાયકાઓ પછી આ પહેલી ચૂંટણી છે જેમાં આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, બંધ, હડતાળ, સીમા પર ગોળીબારી આ બધા ચૂંટણીના મુદ્દા નથી. માતા વૈષ્ણોદેવીની યાત્રા કે અમરનાથની યાત્રા સુરક્ષિત રીતે કેવી રીતે થાય તે અમારો મુદ્દો છે, જેને લઈને ચિંતા પણ છે. આજે સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે. એટલે અહીં દરેક જગ્યાએ મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે.
આ ફક્ત સંસદ માટે ચૂંટણી નથી. પણ સરકારને મજબૂત બનાવવા ચૂંટણી યોજાઈ રહી છે. સરકાર જ્યારે મજબૂત હોય છે ત્યારે પડકારોને સામે પડકારો ઝીલી શકવાની ક્ષમતા પણ બતાવે છે અને કામ કરી બતાવે છે
આ પણ વાંચો:રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ, NIAને મળી મોટી સફળતા
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો
આ પણ વાંચો:અમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર કરશે, રેલી સુરક્ષા છાવણીમાં ફેરવાશે
આ પણ વાંચો:તમામ શાળાઓના અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિઓમાં એકરૂપતા જરૂરી: NCPCR