Not Set/ મહારાષ્ટ્ર/ એનસીપી પાસે આજે સરકાર બનાવવાનો સમય, તે પહેલા પાર્ટીનાં વરિષ્ઠ નેતાનું ચોંકાવનારું નિવેદન

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનો હંગામો વધુને વધુ રસપ્રદ બની રહ્યો છે. પહેલા ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ શિવસેના અને હવે એનસીપીને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું છે. એનસીપી પાસે સરકાર બનાવવા માટે રાત્રીનાં 8.30 સુધીનો સમય છે. રાજ્યપાલનાં આમંત્રણ બાદ, એનસીપીનાં પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, રાજ્યનો ત્રીજો […]

Top Stories India
NCP મહારાષ્ટ્ર/ એનસીપી પાસે આજે સરકાર બનાવવાનો સમય, તે પહેલા પાર્ટીનાં વરિષ્ઠ નેતાનું ચોંકાવનારું નિવેદન

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનો હંગામો વધુને વધુ રસપ્રદ બની રહ્યો છે. પહેલા ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ શિવસેના અને હવે એનસીપીને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું છે. એનસીપી પાસે સરકાર બનાવવા માટે રાત્રીનાં 8.30 સુધીનો સમય છે. રાજ્યપાલનાં આમંત્રણ બાદ, એનસીપીનાં પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, રાજ્યનો ત્રીજો સૌથી મોટો પક્ષ હોવાના કારણે રાજ્યપાલે અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. અમે તેમને કહ્યું છે કે અમારે અમારા ગઠબંધન ભાગીદારો સાથે વાત કરવી પડશે, ત્યારબાદ અમે રાજ્યપાલને જલ્દી જ જાણ કરીશું.

પાર્ટીનાં વરિષ્ઠ સુત્રનું માનવું છે કે એનસીપી માટે કોંગ્રેસને મનાવવી સરળ રહેશે નહીં. શિવસેના સાથે સરકાર બનાવવા માટે આટલા ટૂંકા સમયમાં કોંગ્રેસને સમજાવવી મુશ્કેલ છે. માનવામાં આવે છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. જણાવી દઈએ કે શરદ પવારની પાર્ટીને સોમવારે સાંજે સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. પહેલા રાજ્યપાલે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું, પરંતુ ભાજપે એટલા માટે પીછેહઠ કરી કેમ કે તેમની પાસે સરકાર બનાવવા પૂરતી સંખ્યા બળ નથી.

ભાજપ બાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ શિવસેના કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થન પત્રો મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. જે બાદ એનસીપીનાં નેતા અજિત પવારને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. આવી સ્થિતિમાં એનસીપીએ આજે ​​સાંજ સુધીમાં તેની ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને રાજ્યમાં શિવસેના સાથે સરકાર બનાવવા માટે રાજી કરી છે. જોવાનુ રહેશે કે આજે સાંજે કોંગ્રેસ પાર્ટી એનસીપીની સાથે રહી શિવસેનાને ટેકો આપશે કે પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.