Not Set/ ગુજરાતી ફિલ્મ હૈલ્લારો આ કારણોસર વિવાદમાં ફસાઇ, ડાયરેક્ટર-પ્રોડ્યુસર સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ

ગુજરાતી ફિલ્મ હૈલ્લારોની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તે હવે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મ રીલીઝ પહેલા ચર્ચામાં બની રહી હતી અને હવે રીલીઝ બાદ પણ ચર્ચામાં છે. જો કે રીલીઝ બાદ હૈલ્લારો વિવાદમાં ફસાઇ હોવાના કારણે ચર્ચામાં છે. જણાવી દઇએ કે, ફિલ્મનાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી […]

Top Stories Gujarat Others
Hellaro ગુજરાતી ફિલ્મ હૈલ્લારો આ કારણોસર વિવાદમાં ફસાઇ, ડાયરેક્ટર-પ્રોડ્યુસર સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ

ગુજરાતી ફિલ્મ હૈલ્લારોની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તે હવે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મ રીલીઝ પહેલા ચર્ચામાં બની રહી હતી અને હવે રીલીઝ બાદ પણ ચર્ચામાં છે. જો કે રીલીઝ બાદ હૈલ્લારો વિવાદમાં ફસાઇ હોવાના કારણે ચર્ચામાં છે. જણાવી દઇએ કે, ફિલ્મનાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફિલ્મ હૈલ્લારોમાં એક ચોક્ક્સ જ્ઞાતિને લઇને અપમાન જનક સંવાદ સાંભળવા મળ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી મુજબ ફિલ્મમાં અનુસૂચિત જાતિને લઇને અપમાનજનક સંવાદ છે. જેને લઇને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સહિત સાત લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, દાણીલીમડા વોર્ડનાં કોંગ્રેસનાં મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડાએ પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદની એક કોપી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.