Not Set/ પરપ્રાંતિય મજૂરો પર લગાવવામાં આવેલા કેસ અંગે SC એ આપ્યો આ આદેશ

દેશમાં કોરોના વાયરસનાં ફેલાવવાનાં કારણે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જો કે આ આદેશનું પાલન 4 કલાકનાં નોટીસ પીરીયડ બાદ લાગુ થતા મોટી સંખ્યામાં મજૂરો માટે મોટી સમસ્યાનું કારણ બની ગયુ. એક પછી એક મોટી સંખ્યામાં મજૂરોએ પોતાના વતન જવાનું શરૂ કરી દીધુ. જે બાદ શું થયુ તે આજે સમગ્ર દેશ જાણે છે. જો કે […]

India
f8f8657237aecdf6ab50a4fa3777e194 1 પરપ્રાંતિય મજૂરો પર લગાવવામાં આવેલા કેસ અંગે SC એ આપ્યો આ આદેશ

દેશમાં કોરોના વાયરસનાં ફેલાવવાનાં કારણે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જો કે આ આદેશનું પાલન 4 કલાકનાં નોટીસ પીરીયડ બાદ લાગુ થતા મોટી સંખ્યામાં મજૂરો માટે મોટી સમસ્યાનું કારણ બની ગયુ. એક પછી એક મોટી સંખ્યામાં મજૂરોએ પોતાના વતન જવાનું શરૂ કરી દીધુ. જે બાદ શું થયુ તે આજે સમગ્ર દેશ જાણે છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે પરપ્રાંતિય મજૂરોનાં મામલામાં મોટો ચુકાદો આપ્યો છે.

દેશનાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને રાજ્યોને 15 દિવસની અંદર પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો, સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 24 કલાકમાં સરકાર દ્વારા વધુ ટ્રેન પ્રવાસી મજૂરોને આપવામાં આવે અને તેમા કોઇ પણ ભૂલ થવી જોઇએ નહી, કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તે પરપ્રાંતિય મજૂરો માટે કાઉન્સિલિંગ કેન્દ્રોની સ્થાપના કરે. આ સાથે, તેમની સ્કીલનું મેપિંગ થવુ જોઈએ, જે રોજગાર આપવામાં મદદ કરશે, જો મજૂરો કામ પર પાછા ફરવા માંગતા હોય, તો રાજ્ય સરકારોએ તેમને સંપૂર્ણ મદદ કરે, સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સ્થળાંતર દરમિયાન મજૂરો પર નોંધાયેલા લોકડાઉન ઉલ્લંઘનનાં કેસો પાછા ખેંચવામાં આવે, દરેક મજૂરોની નોંધણી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મજૂરોને રોજગાર આપવા યોજનાઓ ઘડવાનો આદેશ આપ્યો છે, રાજ્યોએ આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવાની રહેશે, કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું, સ્થળાંતરિત મજૂરો માટે રોજગાર યોજનાઓ લાવવામા આવે અને તેમની કાર્યક્ષમતાનો ડેટા તૈયાર કરે. આપને જણાવી દઈએ કે, 5 જૂનનાં રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, 3 જૂન સુધીમાં લગભગ 1 કરોડ પરપ્રાંતિય મજૂરોને 4,228 ટ્રેનો દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે, તે દિવસે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.