Not Set/ રાજકોટ : રવિરત્ન ફ્લેટમાં થયેલ હત્યાના આરોપી ફિરોઝની પોલીસે કરી ધરપકડ

રાજકોટ, રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રવિરત્ન પાર્કમાં શનિવારે ભરબપોરે દરજી પ્રૌઢની હત્યા નિપજાવનાર રામનાથપરાના શખ્સને ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગરમાં ગુલાબનગરની દરગાહ નજીકથી ઝડપી લઇ આગવી ઢબે સરભરા કરી ઓય માળી ઓય બાપા કરાવી દીધા હતા યુનિવર્સીટી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા કાલાવડ રોડ ઉપર ભાગીદારીમાં સ્પા પાર્લર ચાલુ કર્યું હોય તેમાં […]

Uncategorized
રાજકોટ રાજકોટ : રવિરત્ન ફ્લેટમાં થયેલ હત્યાના આરોપી ફિરોઝની પોલીસે કરી ધરપકડ

રાજકોટ,

રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રવિરત્ન પાર્કમાં શનિવારે ભરબપોરે દરજી પ્રૌઢની હત્યા નિપજાવનાર રામનાથપરાના શખ્સને ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગરમાં ગુલાબનગરની દરગાહ નજીકથી ઝડપી લઇ આગવી ઢબે સરભરા કરી ઓય માળી ઓય બાપા કરાવી દીધા હતા યુનિવર્સીટી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા કાલાવડ રોડ ઉપર ભાગીદારીમાં સ્પા પાર્લર ચાલુ કર્યું હોય તેમાં ભાગીદારી છુટ્ટી થયા બાદ મૃતક દ્વારા 25 હજારની લેણી રકમની માંગણી કરતા હોવાથી છરીના 37 ઘા ઝીકી દીધાની કબૂલાત આપી હતી પોલીસે છરી અને માધાપર ચોકડી પાસેથી બાઈક કબ્જે કરી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું

શહેરના કાલાવડ રોડ ઉપર નિલદા ઢાબા પાછળ આવેલ સદગુરુ કોલોનીમાં રહેતા અને અમીન માર્ગ રોડ ઉપર છેલ્લા પાંચેક વર્ષથી વિનસ પાન નામે પાનની દુકાન ધરાવતા હરેશભાઇ માધવજીભાઈ મકવાણા નામના 45 વર્ષીય વાંજા દરજી પ્રૌઢ બપોરે ત્રણેક વાગ્યે પોતાની દુકાનેથી એક્ટિવા લઈને નીકળ્યા હતા યુનિવર્સીટી રોડ ઉપર આવેલ રવિરત્ન પાર્ક શેરી નંબર 4ના ખૂણા ઉપર પહોંચ્યા ત્યારે રામનાથપરામાં રહેતો ફિરોજ જીકરભાઈ મેટરીયા નામનો શખ્સ બાઈક લઈને ધસી આવ્યો હતો અને એક્ટિવામાં બાઈક અથડાવી હરેશભાઈને પછાડી છરીના ઉપરા છાપરી 37 ઘા ઝીકી ખૂની ખેલ ખેલી નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, યુનિવર્સીટી પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને સીસીટીવીમાં કેદ સમગ્ર ઘટનાના ફૂટેજ મેળવી આરોપીને પકડવા જુદી જુદી ટિમો દોડાવાઈ હતી અને હત્યારાને જામનગરના ગુલાબનગરમાં આવેલ યા અલીલશાહપીરની દરગાહ પાસેથી દબોચી લીધો હતો અને રાજકોટ લાવી કમિશ્નર કચેરીમાં આગવીઢબે સરભરા કરી ભામ્ભરણા નખાવી દીધા હતા .