Not Set/ CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ

રાજકોટમાં રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. લલિત રૂપાણીના પરિવારમાં અનિમેષ રૂપાણી સહિત 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

Gujarat Rajkot
A 79 CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. ત્યારે સૌથી વધુ હાલત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે.

આપને જણાવી દઈએ કે, રાજકોટમાં રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. લલિત રૂપાણીના પરિવારમાં અનિમેષ રૂપાણી સહિત 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ કોરોનાગ્રસ્ત સભ્યો હાલ હોમ આઈસોલેટ થયા છે. નોંધનીય છે કે થોડાક સપ્તાહ પહેલા સીએમ રૂપાણી પોતે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.

આ પણ વાંચો :રાજકોટ માર્કેટયાર્ડમાં કાલથી માસ્ક વગર નો એન્ટ્રી, ગઈકાલે ચાર વેપારીઓ-કમિશન એજન્ટોને કોરોના આવતા લેવાયો નિર્ણય

શહેરમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28083 થયો છે. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારગામના લોકો રાજકોટમાં સારવાર કારગત ન નિવડે અને મોતને ભેટે ત્યારે સ્થાનિક સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાતી હોય છે અને આ માટે માત્ર ચાર સ્મશાનોમાં જ ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સગવડ હોય અંતિમક્રિયામાં પણ વેઈટીંગ થયું છે.

નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

આ પણ વાંચો :વડોદરાના શોપિંગ મોલ્સમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

આ પણ વાંચો :જુહાપુરામાં કોરોના બેકાબુ, છેલ્લા 72 કલાકમાં 12 લોકોના થયા મોત