ગુજરાત/ સુરતમાં દુષ્કર્મ પીડિતાને અમાનુષિત ત્રાસ આપવા મામલે બે મહિલાની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષની સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્માના મામલામાં 8 એપ્રિલ 2023ના રોજ સરથાણા પોલીસ દ્વારા ઉમેશ ઉગરેજીયાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

Gujarat Surat
દુષ્કર્મ

@અમિત રૂપાપરા 

સુરતના સરથાણા વિસ્તારમાં દુષ્કર્મ પીડિતા સગીરાને ત્રાસ આપવામાં મામલે સરથાણા પોલીસ દ્વારા બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે દુષ્કર્મપીડિતા 12 વર્ષની બાળા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેમાં પહેલા બળાત્કાર ગુજારનારની પત્નીએ અન્ય મહિલા સાથે મળી પીડિતાનું અપહરણ કર્યું હતું અને ગુપ્તાંગમાં મરચા વાળું પાણી નાખી ડામ આપ્યા હતા. આ ઘટનાને લઈને સરથાણા પોલીસે સંગીતા ઉગરેજીયા અને મનીષા ચોવસિયાની ધરપકડ કરી હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષની સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્માના મામલામાં 8 એપ્રિલ 2023ના રોજ સરથાણા પોલીસ દ્વારા ઉમેશ ઉગરેજીયાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જ્યારે સગીરાનો કબજો ચિલ્ડ્રન હોમમાંથી લઈ તેના માતા ઘરે જતા હતા. તે સમયે આરોપી ઉમેશની પત્ની સંગીતા, તેની માતા મધુબેન અને સાથે મનીષા નામની એક યુવતીએ આ સગીરાનું અપહરણ કર્યું હતું. ઉમેશની પત્ની અને તેની સાથે રહેલી મહિલા સગીરાનું અપહરણ કર્યા બાદ તેને લસકાણામાં રહેતી કિરણ નામની મહિલાના ઘરે લઈ ગયા હતા જ્યાં સગીરાના ગુપ્તાંગમાં મરચા વાળું પાણી નાખવામાં આવ્યું હતું અને સગીરાને ઝાંગના ભાગે ગરમ સાણસી વળે ડામ મુકવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ મહિલાઓ સગીરાને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગઈ હતી અને ત્યારબાદ સગીરાએ તેની માતાને આ બાબતે જાણ કરી અને આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે આ સમગ્ર મામલે સંગીતા, મનીષા, મધુ તેમજ કિરણ નામની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ સરથાણા પોલીસે અગાઉ નાના વરાછાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતી મધુ અને લસકાણા ખાતે રહેતી કિરણ નામની મહિલાની ધરપકડ કરી હતી.

બે મહિલાની ધરપકડ થતાં સંગીતા અને મનીષા બંને પોલીસથી બચવા માટે ભાગતી ફરતી હતી. ત્યારે બાતમીના આધારે SOGએ સંગીતા અને મનીષાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બંને મહિલાનો કબજો સરથાણા પોલીસને સોપ્યો હતો. હાલ સરથાણા પોલીસે આ બંને મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર