Not Set/ આવતી કાલે અલ્પેશ ઠાકોર જાહેર કરી શકે છે ભાજપમાં જોડાવાની વિગતો

ફક્ત સમાજસેવા કરવી છે રાજકારણ તો નહીં જ કરુ, ત્યારે બાદ કોંગ્રેસમાંથી ધારાસભા અને ત્યાર બાદ કોંગ્રેસ તરફથી કાઇ ન મળ્યાની ફરિયાદ સાથે નારાજગી, કોંગ્રેસ સાથે છેડો ફાડી સભ્યપદમાંથી રાજીનામું, રાજીનામામાં પણ જોવા મળેલા રાજકીય ડ્રામા બાદ રાજ્યસભામાં ક્રોષ વોટીંગ કરી ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપવું જેવા અનેક રાજકીય આંટીઘૂંટી સાથે દરેકનાં મન પર એક […]

Top Stories Ahmedabad Gujarat Others Politics

ફક્ત સમાજસેવા કરવી છે રાજકારણ તો નહીં જ કરુ, ત્યારે બાદ કોંગ્રેસમાંથી ધારાસભા અને ત્યાર બાદ કોંગ્રેસ તરફથી કાઇ ન મળ્યાની ફરિયાદ સાથે નારાજગી, કોંગ્રેસ સાથે છેડો ફાડી સભ્યપદમાંથી રાજીનામું, રાજીનામામાં પણ જોવા મળેલા રાજકીય ડ્રામા બાદ રાજ્યસભામાં ક્રોષ વોટીંગ કરી ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપવું જેવા અનેક રાજકીય આંટીઘૂંટી સાથે દરેકનાં મન પર એક જ પ્રશ્ન હતો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે ? જોડાશે તો ક્યારે જોડાશે? અલ્પેશને ભાજપ સરકારમાં કોઇ સ્થાન મળશે કે કેમ? આવા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળતા તમામ પશ્નોનો કાલે અંવી જાય તેવા સમાચાર સાંપડી રહ્યા છે.

જી હા, કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજનાં અગેવાન અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય કાલે જાહેર કરવામા આવે તેવી પૂરે પૂરી શક્યતા સામે આવી રહી છે. આવતીકાલે ઠાકોર સેનાની બેઠક યોજાશે અને બેઠકમાં બનેં વિદ્રોહી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ હાજર રહેવાનાં છે. ઠાકોર સેનાંની બેઠક બાદ સેનાનાં સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ અલ્પેશ ઠાકોર પોતાનો નિર્ણય સત્તાવાર રીતેજાહેર કરશે તેવું જાણવા મળી રહ્યુું છે.

જો કે, ઠાકોર સેનામાં કોઇ સમયે અલ્પેશ ઠાકોરનો વિરોધ પણ ઉઠ્યો હતો અને ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોરની સામે વિરોધ પ્રદર્શન પણ કરવામા આવ્યું હોવાથી, કાલની ઠાકોર સેનાની બેઠક ગરમા ગરમી વાળી રહેવાની પણ શંકા સેવવામા આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

https://www.facebook.com/mantavyanews/videos/1108636212858158/?t=6

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.