Sabarkantha News : સાબરડેરીના વાર્ષિક ભાવફેર મામલે નિયામક મંડળની મહત્વની બેઠક મળી હતી. જેમાં વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીએ જાહેરાત કરી હતી. જેમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, એમ જણાવાયું હતું. અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. તફાવતના 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરવામાં આવશે. નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે.
નિયામક મંડળની બેઠકને લઈને સાબરકાંઠા-અરવલ્લીના આગેવાનો સાબરડેરી પહોંચ્યા હતા. સાંસદ પ્રતિનિધિ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ સાબરડેરી પહોંચ્યા હતા. તે સિવાય બંને જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત આગેવાનો સાબરડેરી પહોંચ્યા હતા.
સાબરડેરીના ચેરમેને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી હતી. ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર, સહિત ભાજપના સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે પણ સાબરડેરીએ ચર્ચા કરી હતી. સતત ચર્ચાઓ અને બેઠકો બાદ સાબરડેરીએ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોની આશા માત્ર દૂધના ભાવફેર માં જ રહેલી હોય છે અને લાખો પશુ પાલકો પોતાના વ્યવસાય સાથે આગળ વધી શ્વેતક્રાંતિ તરફ જઈ રહ્યા છે અને દૂધનું ઉત્પાદન પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે પરંતુ કેટલાકા વહીવટીદારોની મિલી ભગત ને લઇ અનેક ચર્ચાઓ જામી હતી.
અરવલ્લી સાબરકાંઠા ના લાખો પશુ પાલકો દરવર્ષે એ લાખો રૂપિયાનું દૂધ નફાની દ્રષ્ટિએ પોતાની ડેરીમાં ભરાવતા હોય છે જે દૂધ સાબરડેરીમાં જતું હોય છે અને સાબર ડેરીને પણ દૂધની સારી એવી આવક થતી હોય છે,જેમા હાલ સાબરડેરી સામે પશુપાલકોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. જેનું કારણ છે સાબરડેરી ધ્વારા ચૂકવાતા ભાવફેર ની સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ ગત વર્ષનો ભાવફેર ચાર મહિના પછી ચૂકવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.જેમાં કેટલીક ડેરીના સમ્પર્ક કરતા જાણવા મળ્યું હતું કે ગત ભાવફેર કરતા આ વર્ષે ઓછો ભાવફેર ચૂકવ્યો હોવાની માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે
આ પણ વાંચો: રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે
આ પણ વાંચો: રાજકોટ-જેતપુર હાઇવે બે વર્ષમાં ફક્ત 20 કિ.મી.નું જ કામ, ખાડાથી પ્રજા ત્રાહિમામ
