દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.
અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રી હાજર છે. આપને જણાવી દઈ કે તિરંગા યાત્રાનીનું પ્રસ્થાન શહેરના ઘાટલોડિયા વિસ્તારથી થશે અને સમાપન નિર્ણયનગર વિસ્તારમાં થશે.
તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રાને મુખ્યપ્રધાન અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યો છે. જે નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા છે.
તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.
અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને હું કહેવા માગું છું કે, આપણને આઝાદી મળી એના માટે અવિરત સંઘર્ષ કર્યો છે. તેમણે આ આઝાદી માટે જીવનું બલિદાન આપ્યું છે. યુદ્ધના મેદાનમાં અનેક લોકો તોપોની સામે ઊભા રહી ગયા હતા. ત્યારે આઝાદી મેળવવાનો જુસ્સો હતો. આપણાં પૂર્વજોએ આપેલું બલિદાનએ યુવા પેઢી માટે સંસ્કાર છે
આ સાથે અમિત શાહ અમદાવાદના સાયન્સ સિટી ખાતે ક્રેડાઈ અને ગાહેડ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત ઘાટલોડિયા પ્રભાત ચોકમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તથા સભાને સંબોધન કરશે. જે બાદ માણસા ખાતે ફોરલેનનું ખાતમુહૂર્ત, સબરજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ, ચંદ્રસર તળાવની મુલાકાત સહિત વિભિન્ન વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં માણસા ખાતે બહુચર માતાજીના દર્શન કરશે. ઉપરાંત માણસા ખાતે જ NSGના ક્ષેત્રીય કેન્દ્ર અને વિભિન્ન વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે. તથા રાંધેજા બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત અને રાંધેજામાં શેઠ સીએન સાર્વજનિક હોસ્પિટલના આધુનિક કાર્યનું ખાતમુર્હૂત પણ કરશે.
આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ
આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
