કાનપુરમાં/ પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ ભાજપના નેતાની ધરપકડ

પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પર ભાજપે રવિવારે જ નુપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા

Top Stories India

કાનપુર હિંસા કેસમાં પોલીસે મંગળવારે  ભાજપના યુવા સંગઠનના નેતા હર્ષિત શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. કાનપુર હિંસા બાદ હર્ષિતે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક પોસ્ટ કરી હતી, જેના પછી આ વિસ્તારમાં વાતાવરણ ફરી ગરમ થઈ ગયું હતું. પોલીસે કહ્યું કે તે વાંધાજનક પોસ્ટ દ્વારા ફરીથી વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

કાનપુરના પોલીસ કમિશનર વિજય મીણાએ કહ્યું, “જે કોઈ ધાર્મિક લાગણીઓ સાથે રમત કરવાનો પ્રયાસ કરશે તેની સામે અમે કાર્યવાહી કરીશું.” હર્ષિત શ્રીવાસ્તવ ભાજપ યુવા પાંખના હોદ્દેદાર છે.ઉલ્લેખનીય છે  કે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પર ભાજપે રવિવારે જ નુપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત, ભાજપની દિલ્હી એકમના મીડિયા ચીફ નવીન જિંદાલને પણ ધાર્મિક નેતા પર ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.